WhatsApp Big Update: દુનિયાભરમાં કરોડો યૂઝર્સ WhatsAppનો ઉપયોગ કરે છે, યૂઝર્સ એક્સપીરિયન્સને બેસ્ટ બનાવવા માટે કંપની સતત નવા નવા અપડેટ લાવતી રહે છે, પરંતુ આ બધાની વચ્ચે એક ખરાબ સમાચાર પણ સામે આવ્યા છે. રિપોર્ટ છે કે આગામી મહિને એટલે કે ઓક્ટોબર મહિનાથી કેટલાક સ્માર્ટફોનમાં વૉટ્સએપ બંધ થઇ જશે. રિપોર્ટ્સ અનુસાર, વૉટ્સએપ કેટલાક મોબાઇલ ફોનમાં કામ કરવાનુ બંધ કરી દેશે.  


મેટાના સ્વામિત્વ વાળું વૉટ્સએપ 24 ઓક્ટોબર, 2022 થી સિલેક્ટેડ આઇફોન પર કામ કરવાનુ બંધ કરી દેશે. વૉટ્સએપ ટિપસ્ટર WABetaInfo અનુસાર, ઇન્સ્ટન્ટ મેસેજિંગ એપ કેટલાક આઇફોન યૂઝર્સને વૉટ્સએપ સપોર્ટ ખતમ થવા વિશે એલર્ટ મેસેજ મોકલી રહ્યું છે. આઇઓએસ 10 અને આઇઓએસ 11 ચલાવનારા આઇફોન પર વૉટ્સએપ કામ નહીં કરે. આમાં બે આઇફોન - આઇફોન 5 અને આઇફોન 5સી સામેલ છે. 


જો તમારો iPhone જુની iOS પર ચાલી રહ્યો છે, તો તમારે WhatsAppનો ઉપયોગ કરવા માટે આને iOS 12 માં અપડેટ કરવો પડશે. તમે સેટિંગ્સ> અબાઉટ> સૉફ્ટવેર અપડેટ> અપડેટમાં જઇને આવુ કરી શકો છો. આઇઓએસ 12 આઇફોન 5 અને આઇફોન 5સી પર ઉપલબ્ધ નથી. વૉટ્સએપે સૂચન કર્યુ છે કે યૂઝર્સ આઇઓએસ 12 કે નવા વર્ઝનમાં અપગ્રેડ કરે. 


જો તમારો iPhone જુના સૉફ્ટવેર પર ચાલી રહ્યો છે, તો ડિવાઇસને અપડેટ કરવામાં મદદ મળશે, લેટેસ્ટ સૉફ્ટવેર અપડેટ પર ચાલનારા iPhone તમને WhatsAppનો ઉપયોગ ચાલુ રાખવામાં મદદ કરશે. 


આ પણ વાંચો...........


iPhone 14 Pre Order ની જાણકારી, જાણો લોન્ચના કેટલા દિવસ બાદ પ્રી ઓર્ડર કરી શકશો Appleનો નવો સ્માર્ટફોન


Movie Ticket: માત્ર 75 રૂપિયામાં મોટી સ્ક્રીન પર જુઓ કોઈપણ ફિલ્મ, આ ખાસ દિવસે દરેક થિયેટર, થિયેટરમાં મળશે સુવિધા


India Corona Cases Today: ભારતમાં કોરોના કાબુમાં, 24 કલાકમાં નોંધાયા માત્ર આટલા જ કેસ


Gujarat Monsoon: રાજ્યમાં આવશે ચોમાસોનો વધુ એક રાઉન્ડ, આ વિસ્તારોને ધમરોળશે મેઘરાજા


Gujarat Election : કોંગ્રેસની ઉમેદવારી પસંદગીને લઈને સામે આવી મોટી માહિતી, જાણો શું છે મોટા સમાચાર?


Gujarat : સરકાર સામે વધુ બે આંદોલનના મંડાણ, જોણો કોણે કોણે અને કેમ શરૂ કર્યું આંદોલન?