Microsoft New Bing AI: ફેબ્રુઆરી મહિનામાં માઇક્રોસોફ્ટે નવું Bing AI લોન્ચ કર્યું હતું. ત્યારથી કંપની તેને વિવિધ ઉત્પાદનો અને સેવાઓમાં એકીકૃત કરી રહી છે. આ મહિનાની શરૂઆતમાં માઇક્રોસોફ્ટે એન્ડ્રોઇડ બીટા ટેસ્ટર્સ માટે સ્વિફ્ટ કીબોર્ડમાં Bing AI સુવિધા રજૂ કરી હતી. હવે કંપનીએ નવા Bing AIને દરેક માટે કીબોર્ડ પર લાઇવ કરી દીધું છે. એટલે કે જો તમે પણ આ કીબોર્ડનો ઉપયોગ કરો છો, તો તમે કીબોર્ડ પર માઇક્રોસોફ્ટ બિંગ એઆઈને ઍક્સેસ કરી શકો છો. આ સાથે જ કંપનીએ તેને સ્કાઇપ, માઇક્રોસોફ્ટ સ્ટાર્ટ અને માઇક્રોસોફ્ટ એજ એપ પર પણ ઇન્ટિગ્રેટ કર્યું છે.



ત્રણ રીતે કરી શકાય ઉપયોગ

માઇક્રોસોફ્ટે કહ્યું હતું કે, નવી સુવિધા કીબોર્ડ પર એવા તમામ દેશોમાં ઉપલબ્ધ છે જ્યાં નવું Bing AI ઉપલબ્ધ છે. તમને સ્વિફ્ટ કીબોર્ડની ટોચ પર આ નવું AI ટૂલ જોવા મળશે. યુઝર્સ આ Bing AIનો ઉપયોગ 3 રીતે કરી શકે છે. પ્રથમ ચેટ, બીજી ટોન અને ત્રીજુ સર્ચ.

ચેટ ફીચરની મદદથી તમે ચેટિંગ દરમિયાન જોક અથવા ડેટ માટે સારી રેસ્ટોરન્ટ અહીંથી શોધી શકો છો. ટોન ફીચરની મદદથી તમે વધુ સારી રીતે વાતચીત કરી શકો છો. સર્ચ ફીચર તમને કીબોર્ડ પર જ વેબ પર એક્સેસ આપે છે અને અહીંથી તમે સેકન્ડોમાં કંઈપણ શોધી શકો છો.

નવું Bing AI Skypeમાં પણ ઈન્ટિગ્રેટ

માઇક્રોસોફ્ટે Skypeમાં નવું Bing AI પણ ઉમેર્યું છે અને હવે યુઝર્સ આ નવા ટૂલને ગ્રુપ ચેટ્સમાં એડ કરી શકશે. આ કરવા માટે તમારે ફક્ત Skype કોન્ટેક્ટમાં 'Bing AI' શોધવાનું છે અને તેને ગ્રુપ ચેટમાં ઉમેરવાનું છે. ગ્રુપ ચેટમાં એડ કર્યા બાદ તમે તેમાંથી પ્રશ્નોના જવાબ આપી શકો છો. જો તમે ઇચ્છો તો તેની મદદથી ગ્રુપ મીટિંગ માટે સારી રેસ્ટોરન્ટ પસંદ કરી શકો છો.

Apple Profit: એપલ કંપની દરરોજ 1282 કરોડની કમાણી કરે છે, માઇક્રોસોફ્ટ બીજા સ્થાને છે

Microsoft VS Apple Net Worth 2022: વિશ્વમાં સૌથી વધુ કમાણી કરનાર કંપની વિશે મોટા સમાચાર સામે આવી રહ્યા છે. આઈફોન બનાવનારી એપલ દુનિયાની સૌથી વધુ નફો કરતી કંપની બની ગઈ છે. Apple કંપની દર સેકન્ડે $1820 એટલે કે લગભગ 1.58 લાખ રૂપિયાનો નફો કમાય છે. જો તેને દિવસના આધારે જોવામાં આવે તો કંપની દરરોજ 157 મિલિયન ડોલર એટલે કે લગભગ રૂ. 1282 કરોડનો નફો કમાય છે.

દર સેકન્ડે $1,000 થી વધુ નફો કરતી કંપનીઓમાં માઇક્રોસોફ્ટ, ગૂગલની પેરેન્ટ કંપની આલ્ફાબેટ અને વોરેન બફેટની બર્કશાયર હેથવેનો (Berkshire Hathaway) સમાવેશ થાય છે. એકાઉન્ટિંગ સોફ્ટવેર ફાઇનાન્સિયલ બિઝનેસ ટિપલ્ટી (Tipalti Accounting Software Financial Technology Business) ના નવા સંશોધનમાં આ વાત સામે આવી છે.