નવી દિલ્હીઃ મોબાઇલની દુનિયામાં એક સૌથી પૉપ્યૂલર અને આકર્ષક બ્રાન્ડ રહેલી બ્લેકબેરી થોડા કેટલાક વર્ષોથી ગાયબ છે. પરંતુ રિપોર્ટ છે બ્લેકબેરી ફરી એકવાર માર્કેટમાં આવવાની તૈયારી કરી રહી છે. બહુ જલ્દી તે પોતાના સ્માર્ટફોન માર્કેટમાં મુકવાની છે.

બ્લેકબેરીએ નવા સ્માર્ટફોન નિર્માણ માટે ઓનવૉર્ડ મોબિલિટી (OnwardMobility) અને એફઆઇએચ મોબાઇલની (FIH Mobile) સાથે લાયસેસિંગ કરાર કર્યો છે, જે અંતર્ગત એક કંપની એક નવો સ્માર્ટફોન માર્કેટમાં ઉતારશે.

બ્લેકબેરીએ 2016માં ચીનની કંપની ટીસીએલ-TCL ની સાથે લાયસન્સિંગ કર્યુ હતુ, પંરતુ આ વર્ષની શરૂઆતમાં બન્ને અલગ થઇ ગયા હતા. નવા કરાર અંતર્ગત ઓનવોર્ડ મોબિલીટી નવા ડિવાઇસને ડેવલપ કરશે, જ્યારે એફઆઇએચ મોબિલીટી તેની ડિઝાઇનિંગ અને નિર્માણ પર કાર કરશે.



આ એક 5G સપોર્ટ હેન્ડ સેટ હશે, આ મોબાઇલની સાથે બ્લેકબેરી પોતાના ખાસ ફિઝિકલ ક્વર્ટી (QWERTY) કીપેડને પાછુ લાવશે, જે એક સમય સુધી કંપનીના મોબાઇલ ફોનની સૌથી આકર્ષક પહેલુઓમાંથી એક હતુ.

જોકે, હજુ સુધી આ નવા મોબાઇલ ફોનના રિલીઝને લઇને કોઇ સમય સત્તાવાર રીતે નથી બતાવવામાં આવ્યો, પરંતુ માનવામાં આવે છે કે આ 2021 પહેલા લૉન્ચ થઇ જશે. શરૂઆતમાં આ ફક્ત ઉત્તરીય અમેરિકા અને યુરોપમાં અવેલેબલ થશે, ભારત સહિત અન્ય દેશોમાં આના આવવાની કોઇ જાણકારી નથી.

બ્લેકબેરીએ વિશ્વાસ અપાવ્યો છે કે આ નવા ફોનમાં કંપનીના જુના સ્માર્ટફોનની જેમ સિક્યૂરિટી ફિચર હશે. જે યૂઝર્સના એક્સપીરિયન્સને વધુ સારા બનાવશે.