HMD ગ્લૉબલ ક્લાસિક નોકિયા ફોન્સને ફરીથી નવા અવતારમાં લાવી રહી છે, જેમાં નોકિયા 3110, નોકિયા 8110 અને નોકિયા 5310 સામેલ છે. આની સાથે કંપનીએ નોકિયા ફિચર ફોન પર પણ કામ કરવાનુ શરૂ કરી દીધુ છે, આ ફિચર ફોનમાં ખાસ વાત એ છે કે આ ગૂગલની એન્ડ્રૉઇડ ઓએસ સંચાલિત હશે, ફોનનો એક સ્ક્રેચ સામે આવ્યો છે જેમાં એક ડેડિકેટેડ ગૂગલ આસિસ્ટન્ટ બટન છે. આ સ્ક્રેચ Nokiamob એ શેર કર્યો છે. આનાથી માની શકાય કે આ રૂમર વાળો એન્ડ્રૉઇડ પાવર્ડ નોકિયા ફિચર ફોન છે.
નોકિયા ફોનની ડિઝાઇન વિશે....
ગૂગલ આસિસ્ટન્ટ બટન ઉપરાંત આ ફોનની બાકીની ડિઝાઇન અન્ય નોકિયા ફિચર ફોનના જેવી દેખાય છે. ફોનના ટૉપ પર એક સેલ્ફી કેમેરો પણ છે. આ ફોનન સ્ક્રેચ તે જ નોકિયા ફિચર ફોન સાથે મળે છે જે એન્ડ્રૉઇડ પર ચાલનારા વીડિયોમાં દેખાઇ રહ્યો છે. ગૂગલની પાસે હાલ ફિચર ફોન માટે કોઇ પણ એન્ડ્રૉઇડ ઓએસ નથી.
વીડિયોમાં નોકિયા ફિચર ફોનને યુટ્યૂબ અને ક્રૉમ જેવી પ્રી-ઇન્સ્ટૉલ્ડ ગૂગલ એપની સાથે એન્ડ્રૉઇડની અન નૉન વર્ઝનને ચલાવતા જોઇ શકાય છે. ફોન ગૂગલ આસિસ્ટન્ટ વૉઇસ સર્ચને પણ સપોર્ટ કરે છે, જેનાથી આના બટનને દબાવીને એક્ટિવેટ કરી શકાય છે.
નોકિયાના એક ફિચર ફોને એફસીસી સર્ટિફિકેશન પાસ કર્યુ છે, પરંતુ આમાં એન્ડ્રૉઇડનો કોઇ ઉલ્લેખ નથી. આવામાં લાગી રહ્યું છે કે આ નવો નોકિયા ફિચર ફોન હજુ ડેવલપમેન્ટના અર્લી સ્ટેજમાં છે પણ જલ્દી આ લૉન્ચ થઇ શકે છે.