હાલના સમયમાં બજારમાં એકથી એક ચડિયાતા સ્માર્ટફોન મળે છે, પરંતુ ઓછા બજેટમાં પોતાના માટે સ્માર્ટફોન ખરીદવાનું વિચારી રહ્યા છે, તો તેના માટે અહીં કેટલાક સ્માર્ટફોન રજૂ કરવામાં આવ્યા છે, જે શ્રેષ્ઠ કેમેરા, ડિસ્પ્લે તેમજ ઊંચી રેમ અને ઊંચી કેપેસિટીની બેટરી સાથે આવે છે અને તેની કિંમત પણ 10,000 રૂપિયાથી ઓછી છે.


ઓનર 9એન

9,499 રૂપિયા આ ફોન 4 જીબી રેમ અને 64 જીબી ઇન્ટરનલ સ્ટોરેજ સાથે આવે છે. ફોનમાં 3,000 એમએએચ બેટરી છે. આ ફોનના પાછળના ભાગમાં 13 મેગાપિક્સલ + 2 મેગાપિક્સલનો ડ્યુઅલ કૅમેરો સેટઅપ છે. સેલ્ફી માટે, તમને તેમાં 16 મેગાપિક્સલનો કૅમેરો મળશે.



રિઅલમી 5એસ

9999ની કીંમતના આ ફોનમાં 6.51-ઇંચ 1600 x 720 પિક્સેલ્સ એચડી પ્લસ મિનિ-ડ્રોપ ડિસ્પ્લે,  કોર્નિંગ ગોરિલા ગ્લાસ 3, 64GB સ્ટોરેજ અને 128GB સ્ટોરેજ સાથે 4GB રેમ છે. માઇક્રોએસડી સાથે 256 જીબી સુધીની એક્સપાન્ડેબલ મેમરીની સુવિધા છે. 13 એમપીનો ફ્રન્ટ-ફેસિંગ કેમેરો ડ્યુઅલ 4 જી વોલ્ટી અને સાથે 5000mAh ની બેટરી છે.

પેનાસોનિક એલુગા ઝે1 પ્રો

9,990 રૂપિયા આ પેનાસોનિક ફોન 6.18 ઇંચની ડિસ્પ્લે સાથે આવે છે. 4 જીબી રેમ + 64 જીબી સ્ટોરેજ, આ ફોનની બેટરી 4,000 એમએચ છે. ફોટોગ્રાફી માટે ફોનમાં 13 મેગાપિક્સલનો + 2 મેગાપિક્સલનો રિયર અને 8 મેગાપિક્સલનો ફ્રન્ટ કેમેરો છે.



વિવો યુ20

વિવો યુ20ની કિંમત 8990 રૂપિયા છે. તેના ફિચર્સમાં 6.53-ઇંચ 2340 × 1080 પિક્સેલ્સ પૂર્ણ એચડી + ડિસ્પ્લે, ઓક્ટા-કોર સ્નેપડ્રેગન 675 મોબાઇલ પ્લેટફોર્મ,  4 જીબી / 6 જીબી રેમ,  64 જીબી યુએફએસ વગેરેનો સમાવેશ થાય છે. 16 એમપીનો ફ્રન્ટ-ફેસિંગ કેમેરો, ડ્યુઅલ ફોરજી વોલ્ટી અને 5000 એમએએચ  બેટરીની આ ફોનની ખાસ વિશેષતા છે.

ઓનર સેવનસી

8,499 રૂપિયાના આ ફોનમાં 5.99 ઇંચની ફૂલ વ્યુ ડિસ્પ્લે છે. આ ફોનના પાછળના ભાગમાં 13 મેગાપિક્સલ + 2 મેગાપિક્સલનો ડ્યુઅલ કૅમેરો સેટઅપ છે જેમાં 4 જીબી રેમ + 64 જીબી સ્ટોરેજ છે. ફોનની સામે સેલ્ફી માટે 8 મેગાપિક્સલનું સેન્સર છે.



લેનોવો કે8 નોટ

9,990 રૂપિયા ફોન 5.5 ઇંચની ડિસ્પ્લે સાથે 64 જીબી ઇન્ટરનલ સ્ટોરેજ ધરાવે છે, જેમાં 4 જીબી રેમ છે. માઇક્રો એસડી કાર્ડની મદદથી ફોનની મેમરી 128 જીબીમાં વધારી શકાય છે. ફોનને પાવર કરવા માટે 4,000 એમએએચ બેટરી છે.