નવી દિલ્હીઃ જિઓ, એરટેલ, અને વોડાફોન-આઈડિયા બાદ સરકારી ટેલીકોમ કંપની બીએસએનએલે પણ પોતાના યૂઝર્સને સુવિધા આપતા પ્રીપેડ પ્લાનની વેલિડિટી 5 મે સુધી વધારી દીધી છે. આ પહેલા 20 એપ્રિલ સુધી માટે વધારવામાં આવી હતી જે પુરી થતા જ પહેલા કંપનીએ આ જાહેરાત કરી છે. ઉપરાંત કંપનીએ રીચાર્જ માટે હેલ્પલાઈન નંબર પણ જાહેર કર્યા છે.


મોદી સરકાર દ્વારા લોકડાઉન વધારવાની જાહેરાત કર્યા બાદ ટ્રાઈએ તમામ ટેલીકોમ કંપનીઓને આદેશ આપ્યો હતો કે યૂઝર્સની સમસ્યાને ધ્યાનમાં રાખતા વેલિડિટી વધારવામાં આવે, ત્યાર બાદ એરટેલ, વોડાફોન અને જિઓએ વેલિડિટી પૂરી થતી હોય તેને ફરીથી વધારવાની જાહેરાત કરી હતી. તે અંતર્ગત બીએસએનએલે પણ પ્લાનની વેલિડિટી 5 મે, 2020 સુધી વધારી દીધી છે. એટલે કે યૂઝર્સને 5 મે સુધી કોઈપણ મુશ્કેલી વગર ઇનકમિંગ કોલની સુવિધા મળથી રહેશે.

કંપનીએ ફ્રી રિચાર્જ માટે ટોલ ફ્રી નંબર શરૂ કર્યો છે.પ્રિપેઈડ ગ્રાહકો  5670099 નંબર પર કોલ કરી ઘરની બહાર નીક્ળ્યા વગર રિચાર્જ કરાવી શકે છે. હાલમાં આ સર્વિસ નોર્થ અને વેસ્ટ ઝોનમાં શરૂ કાર્યરત છે. 22 એપ્રિલ બાદ ઈસ્ટ અને સાઉથ ઝોનમાં આ સર્વિસ શરૂ કરવામાં આવશે.

તમે આટોલ ફ્રી નંબર પર જેવા જ કોલ કરશો કે તમને બે ઓપ્શન આપવામાં આવશે જેમાં પહેલા ઘર બેઠે રીચાર્જ કરવા અને બીજો અન્યની મદદતી રીચાર્જ કરાવવાનો. જો તમે પહેલી સેવા પસંદ કરી પોતાના માટે રીચાર્જની રિકવેસ્ટ કરી શકો છો, તો  બીજા ઓપ્શનમાં કોઈ અન્યની મદદ જેમ કે મિત્ર કે પરિવારના કોઈ અન્ય સભ્યની મદદથી રિચાર્જની રિક્વેસ્ટ કરી શકો છો.