નવી દિલ્હીઃ દુનિયાભરમાં પૉપ્યુલર મેસેજિંગ એપ વૉટ્સએપે તાજેતરમાં પોતાના યૂઝર્સ માટે એક ખાસ અપડેટ આપ્યુ છે. જે પ્રમાણે હવે યૂઝર્સને નવા નવા સ્ટીકર્સ મળશે.
વૉટ્સએપ લૉકડાઉનમાં યૂઝર્સના ચેટિંગને મજેદાર બનાવવા માટે કેટલાક નવા સ્ટીકર્સ લૉન્ચ કર્યા છે. વૉટ્સએપે આ સ્ટીકર્સના પેકને ટૂગેધર એટ હૉમ નામ આપ્યુ છે. સાથે વૉટ્સએપે આમાં વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન પાર્ટનર બનાવ્યુ છે. આ નવા સ્ટીકર્સ પેક હિન્દી અને ઇંગ્લિશ બન્નેમાં ઉપલબ્ધ છે.
ચેટને વધુ મજેદાર બનાવા માટે વૉટ્સએપના નવા સ્ટાકર્સના નવીવતા છે, આમાં તમે ઇમૉશન અને મૉમેન્ટ્સને શેર કરી શકો છો, વૉટ્સએપનું કહેવુ છે કે, કોરોનાના આ સંકટના સમયે આ સ્ટીકર્સની મદદથી તમે ચેટિંગ કરી રહેલા શખ્સને સ્ટીકર્સથી જાગૃત કરી શકશો.
આ સ્ટીકર્સમાં વૉશ યૉર હેન્ડ, મેન્ટેઇન ડિસ્ટન્સ વગેરે ટાઇપના સ્ટીકર્સ સામેલ કરવામાં આવ્યા છે.