નવી દિલ્હીઃ ચીની સ્માર્ટફોન મેકર કંપની ઓપ્પોએ પોતાનો દમદાર ફોન Oppo A52 લૉન્ચ કરી દીધો છે. આ ફોનમાં કેટલાક ખાસયિતો આપવામાં આવી છે, જેનાથી યૂઝર્સને તે પસંદ આવી શકે છે. આમાં બેટરી અને રેમ કેપિસિટી ખાસ છે. ફોનના હાલ ચીની માર્કેટમાં લૉન્ચ કરવામાં આવ્યો છે.


ઓપ્પો A52 કિંમત....
ચીની કંપનીએ ઓપ્પો A52 સ્માર્ટફોનને ચીનમાં લૉન્ચ કર્યો છે, ચીનમાં Oppo A52ને 1599 Yuan એટલે કે લગભગ 17,500 રૂપિયાની કિંમતમાં લૉન્ચ કરવામાં આવશે. આ ફોન બ્લૂ અને બ્લેક બે કલર વેરિએન્ટમાં અવેલેબલ થશે, લૉન્ચની સાથે સાથે કંપનીએ આને સેલ માટે પણ અવેલેબલ કરાવ્યો છે.



ઓપ્પો A52ના ફિચર્સ.....

ઓપ્પો A52 સ્માર્ટફોનમાં પૉલીકાર્બોનેટ બૉડી આપવામાં આવી છે, સાથે ફિંગરપ્રિન્ટ સેન્સર પણ છે. ફૂલ એચડી ડિસ્પ્લે સાથે ટૉપ પર પંચ હૉલ પણ આપવામાં આવ્યુ છે. આમાં ક્વાલકૉમ સ્નેપડ્રેગન 665 પ્રૉસેસર છે.

ઓપ્પો A52 સ્માર્ટફોનને 8GB, 128GB સ્ટૉરેજમાં લૉન્ચ કરવામાં આવ્યા છે. આમાં 12MPનો પ્રાઇમરી કેમેરો, 8MPનો અલ્ટ્રા વાઇડ એન્ગલ લેન્સ, 2MPની ડેપ્થ સેન્સર અને 2MPનો મેક્રો કેમેરો છે. વળી 8MPનો ફ્રન્ટ કેમેરો છે. ખાસ વાત છે કે ફોનમાં દમદાર 5000mAh ની કેપેસિટી વાળી બેટરી આપવામાં આવી છે.