નવી દિલ્હીઃ સ્માર્ટફોન મેકર ઓપ્પોએ પોતાના સ્ટાઇલિશ અને ફિચર રિચ સ્માર્ટફોન ઓપ્પો K1ની કિંમતમાં ફરી એકવાર ધરખમ ઘટાડો કરી દીધો છે. કસ્ટમર્સ હવે ફોનને 13,990 રૂપિયામાં આસાનીથી ખરીદી શકે છે. જ્યારે આ ફોન 16990 રૂપિયાની કિંમતમાં લૉન્ચ થયો હતો.

ઓપ્પો K1 સ્માર્ટફોનને હવે ફ્લિપકાર્ટ પરથી 13,990 રૂપિયામાં ખરીદી શકાય છે, આને તમે બેન્ક ઓફરની સાથે પણ ખરીદી શકો છો, એક્સિસ બેન્ક ક્રેડિટ કાર્ડ હૉલ્ડર્સને 5 ટકા એકસ્ટ્રા ડિસ્કાઉન્ટ ઓફર કરવામાં આવી રહ્યું છે. કસ્ટમર્સ ઇચ્છે તો આને 1,166ની મંથલી EMIથી પણ લઇ શકો છો.


ઓપ્પો K1ની સ્પેશિફિકેશન્સ......
ફોનને વર્ષ 2018માં ચીનમાં લૉન્ચ કરવામાં આવ્યો હતો, ફોન કલર ઓએસ 5.2 બેઝ્ડ એન્ડ્રોઇડ 8.1 ઓરિયો પર કામ કરે છે. ફોનમાં 6.4 ઇંચની ફૂલ HD+ ડિસ્પ્લે આપવામાં આવી છે. ઉપરાંત ફોનમાં ઓક્ટાકૉર ક્વાલકૉમ સ્નેપડ્રેગન 660 પ્રૉસેસર આપવામાં આવ્યુ છે, જે 2.2GHzની સાથે આવે છે. વળી ફોનમાં 4જીબી રેમ અને 6જીબી રેમ ઓપ્શન અવેલેબલ છે.



કેમેરાના મામલે ઓપ્પો K1 સ્માર્ટફોનમાં 16 મેગાપિક્સલનુ પ્રાઇમરી સેન્સર અને 2 મેગાપિક્સલનુ સેકેન્ડરી સેન્સર આપવામાં આવ્યુ છે. વળી ફોનમાં ફ્રન્ટ કેમેરો 25 મેગાપિક્સલનો છે.

ફોન 64જીબી ઇન્ટરનલ મેમરી સ્ટૉરેજ સાથે આવે છે. તમે આને 256જીબી સુધી વધારી શકો છો. ફોનમાં 3600mAhની બેટરી આપવામાં આવી છે.