વૉટ્સએપે ગત વર્ષે જાહેરાત કરી હતી કે 1 જાન્યુઆરી 2020થી iOS 8 અને તેનાથી પણ ઓલ્ડ વર્ઝનમાં વોટ્સએપ સપોર્ટ નહીં કરે. આ સિવાય એન્ડ્રાઈડના 2.3.7ના વર્ઝનમાં પણ વોટ્સએપ નહીં ચાલે. જેના કારણે યૂઝર્સ WhatsApp પર નવું એકાઉન્ટ બનાવી શકશે નહીં અને વર્તમાન WhatsApp એકાઉન્ટ વેરીફાઈ પણ કરી શકશે નહીં.
કંપનીએ યૂઝર્સને ઑપરેટિંગ સિસ્ટમ અપડેટ કરવાની સલાહ આપી છે. તમે તમારા મોબાઈલમાં ઑપરેટિંગ સિસ્ટમના ઓલ્ડ વર્ઝનને અપડેટ કરીને WhatsApp નો ઉપયોગ કરી શકશો. આઈફોન 4s અને તેના બાદ આવેલા મૉડલ્સમાં સૉફ્ટવેર અપડેટ બાદ વૉટ્સએપ વાપરી શકાશે. જણાવી દઈએ કે આઈફોન 4 કે તેની નીચેના મોડલ્સમાં વોટ્સએપ સપોર્ટ નહીં કરે.
આ રીતે કરો ઑપરેટિંગ સિસ્ટમ અપડેટ
એન્ડ્રોઈડ યૂઝર્સ ફોનની સેટિંગ્સમાં જઈને About Phoneમાં પોતાના ફોનની ઑપરેટિંગ સિસ્ટમમાં વર્ઝન અપડેટ વિશે જાણી શકશે. સાથે જ સૉફ્ટવેર અપડેટ પર ક્લિક કરીને પોતાના સ્માર્ટફોનને અપડેટ કરી શકશો.
WhatsApp, Facebook અને Instagram થશે ઇન્ટિગ્રેટ, યૂઝર્સને મળશે વધુ ફેસિલિટી
ચાર રિયર કેમેરા અને 5000mAhની બેટરી સાથે Realme 5i ભારતમાં લોન્ચ, જાણો કિંમત અને ફીચર્સ
પાદરાઃ કંપનીમાં બ્લાસ્ટ થતાં 5નાં મોત, 6 ઘાયલ, જુઓ વીડિયો