નવી દિલ્હીઃ ભારતમાં ઇન્ટરનેટના ભાવ ખુબ સસ્તાં થઇ ગયા છે, આવામાં ટેલિકૉમ કંપનીઓની વચ્ચે બેસ્ટ પ્લાનને લઇને રેસ જામી છે. વળી, યૂઝ્સ પણ આ કંપનીઓને સસ્તાં પ્લાનમાં વધુ ડેટા મળે તે શોધી રહ્યાં છે. દેશમાં હાલ રિલાયન્સ જિઓથી માંડીને એરટેલ અને વોડફોન જેવી કંપનીઓ આ રેસમાં આગળ છે. આવો જાણીએ 199 રૂપિયામાં આમાંથી કઇ કંપની આપી રહી છે બેસ્ટ પ્લાન....

રિલાયન્સ જિઓનો બેસ્ટ પ્લાન..
જિઓનો 199 રૂપિયા વાળા પ્લાનમાં યૂજર્સને દરરોજ 1.5 GB ડેટા ઓફર કરવામાં આવી રહ્યો છે. આ ઉપરાંત ફ્રી કૉલિંગની સુવિધા છે અને સાથે 100 એસએમએસ પણ છે. એટલુ જ નહીં આ પ્લાનમાં કંપની જિઓ એપ્સનુ ફ્રી સબ્સક્રિપ્શન આપી રહી છે. આ પ્લાનની વેલિડિટી 28 દિવસની છે.

એરટેલનો બેસ્ટ પ્લાન....
એરટેલના 199 રૂપિયા વાળા પ્લાનમાં દરરોજ 1 GB ડેટા મળી રહ્યો છે. આ ઉપરાંત લૉકલ, એસટીડી અને રૉમિંગ કૉલ અનલિમીટેડ છે.આમાં કોઇપણ રીતની કોઇ FUP લિમીટ નથી. સાથે યૂઝર્સને દરરોજ 100 મેસેજ ફ્રી મળે છે, આ પ્લાનની વેલિડિટી 24 દિવસની રાખવામાં આવી છે.



વોડાફોનને બેસ્ટ પ્લાન...
વૉડાફોનના 199 રૂપિયાના આ પ્લાનમાં દરરોજ 1 GB ડેટા મળી રહ્યો છે, આ ઉપરાંત કોઇપણ નેટવર્ક પર કૉલિંગ અનલિમીટેડ છે. વળી લૉકલ,, એસટીડી અને રૉમિંગ કૉલ્સ પણ એકદમ ફ્રી છે. સાથે કંપની વૉડાફોન પ્લે અને ZEE5નુ સબ્સક્રિપ્શન એક વર્ષ માટે ફ્રી આપી રહી છે.