iQoo U3 ફોનમાં 6.58 ઇંચની એલસીડી ડિસ્પ્લે છે. આમાં કંપનીએ મીડિયાટેક ડાયમેન્સીટી 800યુ 5જી પ્રૉસેસર આપ્યુ છે. આ ઉપરાંત ફોનમાં 8જીબી રેમ અને 128 જીબી સ્ટૉરેજ આપવામાં આવ્યુ છે. આ ફોન એન્ડ્રોઇડ 10 પર કામ કરે છે.
કેમેરા ફિચર્સની વાત કરીએ તો આ ફોનમાં ડ્યૂલ રિયર કેમેરા સેટઅપ છે. મેન લેન્સ 48 મેગાપિક્સલનો છે, વળી બીજો લેન્સ 2 મેગાપિક્સલનો છે. સેલ્ફી માટે 8 મેગાપિક્સલનો લેન્સ આપવામાં આવ્યો છે. આના કેમેરા 4કે વીડિયો રેકોર્ડ કરવામાં સક્ષમ છે.
રિપોર્ટ પ્રમાણે iQoo U3 ફોનની કિંમત, 6જીબી રેમ અને 128જીબી સ્ટૉરેજ વાળા વેરિએન્ટની કિંમત 1498 ચીની યુઆન લગભગ 16800 રૂપિયા અને 8જીબી રેમની સાથે 128 સ્ટૉરેજ વાળા વેરિએન્ટની 1698 ચીની યુઆન લગભગ 19100 રૂપિયા છે. આ ફોન બે કલર ઓપ્શનમાં અવેલેબલ છે, જેમાં ગ્લૉ બ્લૂ અને ટ્રૂ અર્લી બ્લેક સામેલ છે.
iQoo U3 ફોન માર્કેટમાં મોટોરોલાના મોટો જી 5જીને ટક્કર આપી શકે છે, કેમકે મોટોરોલાના ફોનની કિંમત 20999 રૂપિયા છે, અને ફિચર્સ પણ બરાબર છે.