નવી દિલ્હીઃ કોરોના મહામારીની વચ્ચે દુનિયાભરમાં ક્રિસમસનો તહેવાર ઉજવાઇ રહ્યો છે. લોકો ક્રિસમસની શુભેચ્છા કોરોના કારણે સામ સામે આપી શકતા નથી, આ વાતને ધ્યાનમાં રાખીને ઇન્સ્ટન્ટ મેસેજિંગ એપ વૉટ્સએપે ખાસ સુવિધા અવેલેબલ કરાવી છે. વૉટ્સએપે પોતાના યૂઝર્સને ગૃપ અને ચેટમાં એકબીજાને શુભેચ્છાઓ આપવા માટે ક્રિસમસ સ્ટિકર લૉન્ચ કર્યા છે.


વૉટ્સએપે ખાસ સ્ટીકર્સની સુવિધા ઉપબલ્ધ કરાવી છે, જેના વડે યૂઝર્સ પોતાની ઇચ્છાઓ અને શુભકામનાઓને ક્રિએટિવ રીતે સેલિબ્રેટ કરી શકે છે. જાણો આ સ્ટીકર્સ કઇ રીતે યૂઝ કરી શકાશે.....

વૉટ્સએપ માટે ક્રિસમસ સ્ટિકર પેકને આમ કરો ડાઉનલૉડ.....

વૉટ્સએપના ક્રિસમસ સ્ટિકર મેળવવા માટે ચેટ સ્ટિક બારના ડાબી બાજુ ઇમોજી આઇકૉન પર ક્લિક કરો. પછી નીચે (જમણી બાજુ)થી સ્ટિકર ઓપ્શનને ખોલીને વૉટ્સએપ સ્ટિકર સેક્શનમાં જાઓ.

સ્ટિકર વિન્ડોની ઉપર જમણી બાજુ પર પ્લસ (+) ઓપ્શન પર ક્લિક કરો. અહીં એક નવી વિન્ડો ખુલી જશે. જે વૉટ્સએપ પર તમામ ઉપલબ્ધ સ્ટિકર પેકને બતાવે છે. એપ્લિકેશન ડિફૉલ્ટ સ્ટિકર પેકની યાદીની સાથે આવે છે, અને આમા વર્તમાનમાં એક ક્રિસમસ સ્ટિકર પેક સામેલ છે, જેનુ નામ મેરી અને બ્રાઇટ રાખવામાં આવ્યુ છે.

વૉટ્સએપ ચેટ માટે આ સ્ટિકરોને મેળવવા માટે આના ઠીક બાજુમાં ડાઉનલૉડ બટન પર ક્લિક કરો કે પેકમાં ઉપલબ્ધ તમામ સ્ટિકર જોવા માટે સ્ટિકર નામ પર ટેપ કરો.

જો તમે જો તમે આખા પેકને ડાઉનલૉડ નથી કરવા માંગતા તો તમે તમારુ પસંદગીના સ્ટિકર પર બસ લાંબા સમય સુધી દબાવી રાખે અને એક પૉપ-અપ દેખાશે, જેમાં લખ્યુ હશે, કે તમે આ સ્ટિકરને તમારી પસંદગીમાં જોડવા ઇચ્છો છો? આના પર દેખાઇ રહેલા Add પર ક્લિક કરો. ત્યારબાદ આ સ્ટિકર તમારા લિસ્ટમાં સામેલ થઇ જશે.