2020માં વ્હોટ્સએપમાં ઘણા નવા ફિચર્સ જોડાઈ ગયા છે. કોરોના મહામારીના કારણે લોકો વીડિયો કોલિંગ, ગ્રુપ કોલ અને ઓફિસના કામ માટે સૌથી વધુ વોટ્સએપનો ઉપયોગ કરી રહ્યા છે. હવે નવા વર્ષે 2021માં વ્હોટ્સએપ એન્ડ્રોઈડ અને આઈઓએસ એપમાં વધુ નવા ફિચર્સ લાવી રહ્યું છે.
વ્હોટ્સએપ બીટા વર્ઝનમાં યૂઝર્સની જરૂરત પ્રમાણે ઘણા નવા ફીચર્સનું ટેસ્ટિંગ કરવામાં આવી રહ્યું છે. જેમાં વ્હોટ્સએપ ગ્રુપ કોલ છૂટી ગયા બાદ પણ કોલમાં જોડાવા માટે મહત્વના ફિચર્સ સામેલ થવાના છે. નવા ફીચર્સના આવવાથી વર્ક ફ્રોમ હોમ કરનારા લોકોને સરળતા રહેશે. સાથે જ અન્ય યૂઝર્સને પણ તેને ફાયદો મળશે.
મિસ્ડ ગ્રુપ કોલ
ઘણીવાર આપણી વ્હોટ્સએપ ગ્રુપ કોલ મિસ થઈ જાય છે. મિસ કોલ જોયા બાદ આપણે કોલમાં જોડવા ઈચ્છીએ તો પણ જોડાઈ નથી શકતા. જ્યા સુધીં કોઈ આપણને એડ ના કરે, પરંતુ હવે યૂઝર્સની આ સમસ્યાને જોતા વ્હોટ્સએપ નવા ફીચર પર કામ કરી રહ્યું છે, જેમાં તમે તે ગ્રુપ કોલમાં સામેલ થઈ શકો છો, જે કોઈ કારણોસર તમે મિસ કરી દીધો છે. વોટ્સએપ આઈઓએસ યૂઝર માટે આ ફીચરનું ટેસ્ટિંગ કરી રહ્યું છે.
વોટ્સએપ વેબ કોલ
વોટ્સએપ યૂઝર્સ માટે નવા વર્ષે ડેસ્કટોપ અને લેપટોપ પરથી પણ વોઈસ અને વીડિયો કોલિંગ ફિચર લાવી રહ્યું છે. જેનું ટેસ્ટીંગ થઈ ચુક્યું છે. હાલમાં કેટલાક બીટા યૂઝર્સ તેનો ઉપયોગ કરી રહ્યાં છે. જલ્દીજ તમામ યૂઝર્સને મળશે.
મલ્ટીપલ ઈમેજ અને વિડોય પેસ્ટ કરવું
વોટ્સએપમાં iOS યૂઝર્સ માટે જલ્દીજ એક સાથે અનેક મીડિયા ફાઈલ્સ સિલેક્ટ કરવાનનું ઓપ્શન પણ મળવાનું છે. યૂઝર્સ એક સાથે અનેક ફોટો અને વીડિયો કોપી અને પેસ્ટ કરી શકશે. એક સાથે ઘણા પ્રકારની મીડિયા ફાઈલ શેર કરવા માટે આ ફીચર મહત્વનું માનવામાં આવી રહ્યું છે.
નવા વર્ષે WhatsAppમાં મળશે આ ખાસ ફીચર્સ, ગ્રુપ વીડિયો કોલ છૂટી જાય તો પણ ફરી જોઈન કરી શકશો
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
24 Dec 2020 05:25 PM (IST)
વ્હોટ્સએપ બીટા વર્ઝનમાં યૂઝર્સની જરૂરત પ્રમાણે ઘણા નવા ફીચર્સનું ટેસ્ટિંગ કરવામાં આવી રહ્યું છે. જેમાં વોટ્સએપ ગ્રુપ કોલ છૂટી ગયા બાદ પણ કોલમાં જોડાવા માટે મહત્વના ફિચર્સ સામેલ થવાના છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -