Satellite connectivity in Samsung phones: ચીની સ્માર્ટફોન નિર્માતા કંપની Huawai અને એપલે ગયા વર્ષે પોતાના ડિવાઇસ પર બેઝિક સેટેલાઇટ કનેક્ટિવિટીની જાહેરાત કરી હતી, આ ફિચર અંતર્ગત યૂઝર્સ વિના નેટવર્કે પણ ઇમર્જન્સીની સ્થિતિમાં કોઇની પણ સાથે કનેક્ટ થઇ શકે છે. આ બધાની વચ્ચે કોરિયન કંપની સેમસંગે આજે એક મોટી જાહેરાત કરી છે, અને કહ્યુ કે કંપની એક એવી ટેકનોલૉજી શોધી રહી છે, જે સ્માર્ટફોન યૂઝર્સને ડાયરેક્ટ સેટેલાઇટ કનેક્ટ કરીને બીજા વ્યક્તિ સાથે કૉમ્યૂનિકેટ કરવામાં મદદ કરશે. 


આનો અર્થ એ છે કે, હવે વિના નેટવર્કે પમ લોકો એકબીજા સાથે વાતચીત કરી શકશે. સેમસંગે આને standardized 5G non-terrestrial networks (NTN) નું નામ આપ્યુ છે. કંપનીની નવી ટેકનોલૉજી Exynos modems માં ઇન્ટીગ્રેટ કરવામાં આવશે. એપલના સ્માર્ટફોનમાં લોકો માત્ર ઇમર્જન્સી જેવી સ્થિતિમાં એકબીજા સાથે કનેક્ટ થઇ શકે છે. 


પરંતુ સેમસંગે કહ્યું કે ભવિષ્યમાં Exynos modemsના કારણે લોકો ના માત્ર ઇમર્જન્સીની સ્થિતિમાં એકબીજા સાથે કૉમ્યૂનિકેટ કરી શકશે, પરંતુ તે સામાન્ય પરિસ્થિતિમાં પણ એકબીજા સાથે ટેક્સ્ટ મેસેજ, એચડી ઇમેજ અને વીડિયો વગેરે વિના નેટવર્કે શેર કરી શકશે. 
 
પહેલા એવુ કહેવામાં આવી રહ્યુ હતુ કે સેમસંગ સેટેલાઇટ કનેક્ટિવિટીને સેમસંગ ગેલેક્સી S23 સીરીઝમાં લૉન્ચ કરશે, પરંતુ એવુ નથી થયુ. કંપનીએ આજે એક મોટી જાહેરાત કરી તે પછી સાબિત થઇ ગયુ કે આવનારા સમયમાં સેમસંગના સ્માર્ટફોનમાં ડાયરેક્ટ સેટેલાઇટ કનેક્ટિવિટી મળશે. સરળ ભાષામાં કહીએ તો સેલ્યૂલર નેટવર્કને કંપની એલિમિનેટ કરી દેશે, અને ડાયરેક્ટ સેટેલાઇટની મદદથી તમે એકબીજા સાથે કનેક્ટ કરી શકશે. 


જોકે હજુ સુધી એ જાણકારી સામે નથી આવી કે સેટેલાઇટ કનેક્ટિવિટી ફોનમાં ક્યારે આવશે, અને કયા ડિવાઇસમાં આ સપોર્ટ કરશે. સાથે જ હજુ એ પણ નથી જાણવા મળ્યુ કે કંપની આના માટે ચાર્જ કરશે કે નહીં. 


S22 FE આ કારણોસર ના થયો લૉન્ચ, Samsung Galaxy S23 FE 5Gની લૉન્ચિંગ ડિટેલ આવી સામે


Samsung Galaxy S23 FE : સેમસંગ ગેલેક્સી S21 FEને એક સંશોધિત વર્ઝન તરીકે લૉન્ચ કરવામા આવ્યો હતો, હવે વાત આવી સેમસંગ ગેલેક્સી S22 FEની, તો આ મૉડલને સેમસંગે કેટલાક કારણોસર લૉન્ચ જ ન હતો કર્યો, જેમાં ચીપની કમી અને ફ્લેગશિપ ગેલેક્સી એસ22 અલ્ટ્રાની વધતી માંગ સામેલ છે. હવે ખબર છે કે, દક્ષિણ કોરિયન કંપની સેમસંગ આ વર્ષના અંતમાં ગેલેક્સી S23 FEને લૉન્ચ કરવાની તૈયારીમાં છે. જાણો ફોનની ડિટેલ્સ વિશે... 


સેમસંગ ગેલેક્સી S23 FE ક્યારે થશે લૉન્ચ ?
કોરિયન પબ્લિકેશન ડેલી હંકૂકીના એક રિપોર્ટ અનુસાર, સેમસંગ આ વર્ષે ઓગસ્ટ કે સપ્ટેમ્બરમાં ગેલેક્સી S23 FE લૉન્ચ કરવાની છે. સેમસંગ ગેલેક્સી S23 FEના લૉન્ચની  સાથે જ ફેન એડિશન (FE) લાઇનઅપની વાપસી કરવામાં આવશે. રિપોર્ટમાં આગળ બતાવવામાં આવ્યુ છે કે, કદાચ આ વર્ષે સેમસંગે ગેલેક્સી A74ને રજૂ કરશે અને આના સિવાય ગેલેક્સી S23 FEના વેચાણ પર ધ્યાન આપશે. 


FE સીરીઝનું પહેલુ ડિવાઇસ -
સ્માર્ટફોન બ્રાન્ડ સેમસંગે ગેલેક્સી S20 FEએ સપ્ટેમ્બર 2020 માં FE સીરીઝના પહેલા ડિવાઇસ તરીકે રજૂ કર્યુ હતુ, આ ગેલેક્સી S નો એક લૉ એન્ડ મૉડલ છે. આ પછી ગેલેક્સી S21 FEને ગયા વર્ષે જાન્યુઆરીમાં લૉન્ચ કરવામાં આવ્યો હતો. FE સીરીઝના સ્માર્ટફોન સામાન્ય રીતે સેમસંગના ફ્લેગશિપ સ્માર્ટફોનના ટૉન્ડ ડાઉન ફિચર્સની સાથે લૉન્ચ કરવામાં આવે છે, આ કારણથી આની કિંમત મહદઅંશે સરખી હોય છે, આથી સેમસંગ ગેલેક્સી S22 FEને નથી કરવામાં આવ્યો. 


સેમસંગ ગેલેક્સી S23 સીરીઝની કિંમત - 
નવા સેમસંગ ગેલેક્સી S23, ગેલેક્સી S23+ અને ગેલેક્સી S23 અલ્ટ્રાને આ મહિને (ફેબ્રુઆરી 2023) ની શરૂઆતમાં ગેલેક્સી અનપેક્ડ ઇવેન્ટમાં લૉન્ચ કરવામાં આવ્યો હતો, ગેલેક્સી S23 ની કિંમત ભારતમાં 74,999 રૂપિયાથી શરૂ થાય છે, વળી, ગેલેક્સી S23 + અને ગેલેક્સી S23 અલ્ટ્રાની શરૂઆતી કિંમત ક્રમશઃ 94,999 રૂપિયા અને 1,34,999 રૂપિયા છે. સીરીઝમાં એક કસ્ટમ સ્નેપડ્રેગન 8 જેન 2 નો સપોર્ટ આપવામાં આવ્યો છે.