નવી દિલ્હીઃ કોરોના કાળમાં મોબાઇલ ઇન્ટરનેટ ડેટાની સૌથી વધુ જરૂર લોકોને પડી રહી છે. કેમકે મોટા ભાગના લોકો ઘરેથી કામ કરી રહ્યાં છે. ટેલિકૉમ કંપનીઓ પણ યૂઝર્સની આ જરૂરિયાતને ધ્યાનમાં રાખીને બેસ્ટ ડેટા રિચાર્જ પ્લાન ઓફર કરી રહી છે. આ રિપોર્ટમાં અમે તમને 2GB ઇન્ટરનેટ મોબાઇલ ડેટા વાળા કેટલાક ખાસ પ્લાન્સ વિશે માહિતી આપી રહ્યાં છીએ, જેમાં ડેટાની સાથે સાથે બીજા ફાયદા પણ મળી રહ્યાં છે.
એરટેલનો 298 રૂપિયાવાળો પ્લાન...
એરટેલનો આ 298 રૂપિયા વાળો પ્લાન ખુબ પૉપ્યુલર છે. આ પ્લાનની વેલિડિટી 28 દિવસની છે, આમાં 2GB દરરોજ મળે છે, આ ઉપરાંત આમાં 100 એસએમએસ પણ ડેલી છે. કોઇપણ નેટવર્ક પર અનલિમીટેડ કૉલિંગની પણ સુવિધા આ પ્લાનમાં મળે છે. આ ઉપરાંત આમાં અન્ય ઓફર્સ પણ મળી રહી છે.
વૉડાફોનનો 299 રૂપિયા વાળો પ્લાન.....
વૉડાફોનનો આ પ્લાન ગ્રાહકો માટે બેસ્ટ માનવામાં આવે છે. આ પ્લાનમાં ડબલ ડેટા આફર કરવામાં આવી રહ્યો છે. દરરોજ 2GB+2GB ડેટા મળે છે. આ ઉપરાંત કોઇપણ નેટવર્ક પર અનલિમીટેડ કૉલિંગ પણ આપવામાં આવે છે. આ પ્લાનમાં વૉડાફોન પ્લે અને જી5 જેવી પ્રીમિયમ એપને ફ્રીમાં ઉપયોગ કરી શકાય છે. આ પ્લાનની વેલિડિટી 28 દિવસની છે.
જિઓનો 249 રૂપિયાનો પ્લાન...
જિઓના આ 249 રૂપિયાના રિચાર્જ પ્લાનની વેલિડિટી 28 દિવસની છે. આમાં દરરોજ 2GB ડેટાની સાથે 100 એસએમએસ પણ આપવામાં આવે છે. આમાં કૉલિંગ માટે 1000 નૉન જિઓ મિનીટ અને જિઓ ટૂ જિઓ નેટવર્ક પર અનલિમીટેડ કૉલિંગની પણ સુવિધા મળે છે. એટલુ જ નહીં આ પ્લાનની સાથે જિઓ પ્રીમિયમ એપનુ સબ્સક્રિપ્શન મફત આપવામાં આવી રહ્યું છે.
દરરોજ 2GB ડેટા વાળા આ છે બેસ્ટ અને ફાયદાકારક રિચાર્જ પ્લાન, જાણો કિંમત
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
28 Aug 2020 11:37 AM (IST)
કોરોના કાળમાં મોબાઇલ ઇન્ટરનેટ ડેટાની સૌથી વધુ જરૂર લોકોને પડી રહી છે. કેમકે મોટા ભાગના લોકો ઘરેથી કામ કરી રહ્યાં છે. ટેલિકૉમ કંપનીઓ પણ યૂઝર્સની આ જરૂરિયાતને ધ્યાનમાં રાખીને બેસ્ટ ડેટા રિચાર્જ પ્લાન ઓફર કરી રહી છે
- - - - - - - - - Advertisement - - - - - - - - -