નવી દિલ્હીઃ જો તમે આઇફોન ખરીદવાનું વિચારી રહ્યાં હોય તો તમારા માટે સારો મોકો છે. હાલમાં Amazon Indiaની વેબસાઇટ પર Apple Days સેલ ચાલી રહી છે, આ સેલ 21 માર્ચ સુધી ચાલશે. અહીંથી તમે બેસ્ટ આઇફોન ખરીદી શકો છો.
આ સેલમાં iPhone X સીરીઝ પર પણ છૂટ મળી રહી છે. iPhone XRને તમે 48,899 રૂપિયામાં ખરીદી શકો છો. જોકે આના 128GB વેરિએન્ટને તમે 53,900 રૂપિયામાં ખરીદી શકશો.
સેલ દરમિયાન એચડીએફસી બેન્ક કાર્ડથી શૉપિંગ કરવા પર એડિશનલ છૂટ પણ મળી રહી છે. પ્રાઇમ મેમ્બર્સ માટે iPhone XS Max અને iPhone XS પર 2 થી 3 હજાર રૂપિયા સુધીની છૂટ મળશે.
અહીં તમને એક્સચેન્જ ઓફર પણ આપવામાં આવી રહી છે. ઉપરાંત નૉ કૉસ્ટ ઇએમઆઇ અને Amazon Pay ઓફર્સ પણ લાગુ થશે.
iPhone XSની વાત કરીએ તો આના 256GB વેરિએન્ટને તમે 1,03,900 રૂપિયામાં ખરીદી શકો છો. આ જ રીતે iPhone XSના 512GB વેરિએન્ટને 1,34,900 રૂપિયામાં ખરીદી શકો છો.
iPhone XS Maxની વાત કરીએ તો પણ પ્રાઇસ કટ થયો છે. iPhone 8ને પણ તમે આ સેલમાં 40,999 રૂપિયામાં ખરીદી શકો છો, આ કિંમત 256GB વેરિએન્ટને લાગુ છે.
iPhone 11 સીરીઝ પર મળી રહેલી છૂટની વાત કરીએ તો આના બન્ને વેરિએન્ટ પર છૂટ મળી છે. 64GB વેરિએન્ટ કે 128GB વેરિએન્ટ આ બન્ને પર ડિસ્કાઉન્ટ, એક્સચેન્જ ઓફર અને નૉ કૉસ્ટ ઇએમઆઇના ઓપ્શન આપવામાં આવી રહ્યાં છે.
iPhone ખરીદવાનો સારો મોકો, અહીંથી ખરીદો મળશે બમ્પર ડિસ્કાઉન્ટ
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
18 Mar 2020 12:35 PM (IST)
iPhone 11 સીરીઝ પર મળી રહેલી છૂટની વાત કરીએ તો આના બન્ને વેરિએન્ટ પર છૂટ મળી છે. 64GB વેરિએન્ટ કે 128GB વેરિએન્ટ આ બન્ને પર ડિસ્કાઉન્ટ, એક્સચેન્જ ઓફર અને નૉ કૉસ્ટ ઇએમઆઇના ઓપ્શન આપવામાં આવી રહ્યાં છે
- - - - - - - - - Advertisement - - - - - - - - -