નવી દિલ્હીઃ ડેટાવૉરમાં હવે જિઓને પછાડવા માટે એરટેલ, વૉડાફોન અને આઇડિયા હંમેશમાં મેદાનમાં રહે છે. પરંતુ હવે વોડાફોને જિઓને સીધી ટક્કર આપવા માટે ડબલ ડેટા પ્લાન લૉન્ચ કરી દીધો છે. ટેલિકૉમ કંપની વોડાફોને પોતાના યૂઝર્સને ત્રણ પ્રીપેડ પ્લાનની સાથે ડબલ ડેટા પ્લાન માર્કેટમાં ઉતાર્યો છે, જેની અહીં સંપૂર્ણ માહિતી આપવામાં આવી છે.....

શું છે વોડાફોનની ડબલ ડેટા ઓફર
Vodafone-Ideaએ પોતાના ત્રણ પ્રીપેડ પ્લાનની સાથે ડબલ ડેટા બેનિફિટ ઓફર આપવાની જાહેરાત કરી છે. કંપનીની અધિકારી વેબસાઇટ અનુસાર, 249 રૂપિયા, 399 રૂપિયા અને 599 રૂપિયા વાળા પ્રીપેડ પ્લાનની સાથે આ ઓફર આપવામા આવી રહી છે.

આ ઓફર અંતર્ગત હવે પ્રીપેડ યૂઝર્સને પ્રતિદિન 1.5GB ડેટાની જગ્યાએ 3GB ડેટાનો લાભ મળશે. સાથે યૂઝર્સને એડ-ઓન તરીકે Vodafone Play અને Zee 5નુ ફ્રી સબ્સક્રિપ્શન પણ ઓફર કરવામાં આવી રહ્યું છે.



599 રૂપિયા વાળા પ્રીપેડ પ્લાનમાં યૂઝર્સને 84 દિવસની વેલિડિટી ઓફર કરવામાં આવી રહી છે. સાથે યૂઝર્સને કોઇપણ ટેલિકૉમ નેટવર્ક પર અનલિમીટેડ કૉલિંગ પણ ઓફર કરવામાં આવુ રહ્યું છે. યૂઝર્સને આ પ્લાનમાં પ્રતિદિવસ 100SMSની સાથે ફ્રી નેશનલ રૉમિંગ પણ ઓફર કરવામાં આવી રહ્યું છે.



399 રૂપિયા વાળા પ્રીપેડ પ્લાનમાં મળનારી ઓફરની વાત કરીએ તો આ પ્લાનમાં પણ યૂઝર્સને અનલિમીટેડ વૉઇસ કૉલિંગની સાથે પ્રતિદિવસ 100 ફ્રી SMSનો લાભ આપવામાં આવી રહ્યો છે. આ પ્લાનની વેલિડિટી 56 દિવસની છે. 249 રૂપિયા વાળા પ્રીપેડ પ્લાનમાં યૂઝર્સને આ બેનિફિટ્સ 28 દિવસની વેલિડિટીની સાથે ઓફર કરવામાં આવી રહ્યું છે.