નવી દિલ્હીઃ સોશ્યલ મીડિયા પ્લેટફોર્મની જંગમાં જો કોઇએક પ્લેટફોર્મ આગળ વધી રહ્યુ હોય તો ટ્વીટર છે. ટ્વીટર એક એવું પ્લેટફોર્મ બની ગયુ છે જ્યાં રાજકીય પાર્ટીઓ, બૉલીવુડ સ્ટાર્સ, ખેલાડી અને બીજા કેટલાય લોકો પોતાની વાત કહે છે. આ એક મોટુ માધ્યમ બની ગયુ છે.
કેટલીકવાર સ્ટાર્સના રિપ્લાય વાંચીને લોકો તેને ટ્રૉલ કરવા પણ માંડે છે. પણ કંપની હવે એક નવું ફિચર આવવા જઇ રહ્યું છે, જેની મદદથી રિપ્લાયને છુપાવી શકાશે.
શું છે ફિચર?
ટ્વીટર પોતાના પ્લેટફોર્મ પર હાઇડ રિપ્લાય ફિચરનું ટેસ્ટિંગ કરી રહ્યું છે. આ ફિચરના લાઇવ થયા બાદ યૂઝર્સ જે પૉસ્ટ પરના રિપ્લાયને હાઇડ કરવા માંગશે તેને હાઇડ કરી શકશે. આના કારણે ટ્રૉલ થતાં પણ લોકો અટકી શકશે. આની માહિતી ટ્વીટરના સીનિયર પ્રૉડક્ટ મેનેજર મિશેલ યાસમિન હકે એક ટ્વીટમાં મળી છે.
જોકે, યૂઝર્સ પાસે એ વિકલ્પ નહીં હોય કે તે હંમેશા માટે રિપ્લાય બટનને હાઇડ કરી શકે, એટલે કે તમે હંમેશા માટે રિપ્લાય બટનને હાઇડ નહીં કરી શકો.
વળી, બીજા યૂઝર્સ એક મેનૂ બટન માટે હાઇડ રિપ્લાયને જોઇ શકશે. આ ફિચરનું ટેસ્ટિંગવાળા સ્ક્રીનશૉટમાં સ્પષ્ટપણ દેખાઇ રહ્યું છે કે, તમને કોઇના રિપ્લાયને હાઇડ કરવાનો ઓપ્શમ મળી રહ્યાં છે. ટ્વીટરનું આ ફિચર ફેસબુકના હાઇડ કૉમેન્ટથી મેચ થતુ આવે છે.
જોકે, આ ફિચર ક્યારે રૉલઆઉટ કરવામાં આવશે તેની માહિતી કંપનીએ હાલ નથી આપી.