Instagram Count Tricks: 2021માં ઇન્સ્ટાગ્રામે યૂઝર્સને પોતાની પૉસ્ટ પર 'લાઇક' કાઉન્ટને છુપાવવાનુ ઓપ્શન આપ્યુ. યૂઝર્સની પાસે આને પુરેપુરી રીતે કે કેટલીક પૉસ્ટ પર સ્વિચ કરવાનો ઓપ્શન હોય છે. લોકો અને એક્સપર્ટ્સ અનુસાર, પૉસ્ટ કાઉન્ટને ના જોવી કેટલાક માટે ફાયદાકારક અને કેટલાક માટે ખરાબ હોઇ શકે છે, કેમ કે લોકો ટ્રેન્ડિંગ કે પૉપ્યૂલર શુ છે એ જાણવા માટે પૉસ્ટ કાઉન્ટનો ઉપયોગ કરે છે, એટલે અમે તમને ઓપ્શન આપી રહ્યાં છીએ. કંપનીએ એક બ્લૉગ પૉસ્ટમાં કહ્યું- આ પ્લેટફોર્મ યૂઝર્સને શેર કરતા પહેલા કે કોઇ ખાસ પૉસ્ટના 'લાઇક' કાઉન્ટને છુપાવવાની સુવિધા આપી છે, જો તમે ઇચ્છો છો કે ઇન્સ્ટાગ્રામ પર 'લાઇક' કાઉન્ટ કેવી રીતે છુપાવવુ, તો તમે આ સ્ટેપ્સને ફોલો કરી શકો છો. 


જુની પૉસ્ટના લાઇક કાઉન્ટ આવી રીતે છુપાવો-


સૌથી પહેલા પોતાના સ્માર્ટફોનમાં ઇન્સ્ટાગ્રામ ખોલો.
બૉટમમાં રાઇટ કોર્નર પર આવી રહેલા આઇકૉન પર ક્લિક કરીને પોતાની પ્રૉફાઇલને ઓપન કરો.
હવે તે પૉસ્ટ પર ક્લિક કરો જેમાં તમે કાઉન્ટ છુપાવવા માંગો છો.
હવે મેન્યૂમાં હાઇડ ક્લિક કાઉન્ટ પર ટેપ કરો.
જો તમે પોતાની પૉસ્ટથી લાઇક કાઉન્ટને જોવા માંગો છો,
તો તમે થ્રી-ડૉટ આઇકૉન પર ટેપ કર્યા બાદ દેખાનારા મેનૂમાં આમ કરવાનુ ઓપ્શન મેળવી શકો છો.


નવી ઇન્સ્ટાગ્રામ પૉસ્ટ પરથી આ રીતે છુપાવો લાઇક અને કાઉન્ટ-


એપ દ્વારા ઇન્સ્ટાગ્રામ પર શેર કરવા માટે કોઇ ઇમેજ કે વીડિયોને સિલેક્ટ કરો.
જે પેજ પર તમને કેપ્શન લખવાનુ ઓપ્શન મળે છે, 
ત્યાં સૌથી નીચે એડવાન્સ્ડ સેટિંગ્સ ઓપ્શન પર ટેપ કરો.
'હાઇડ લાઇક એન્ડ વ્યૂ કાઉન્ટ ઓન ધિસ પૉસ્ટ' પર ટૉગલ કરો. 


તમામ પૉસ્ટ પરથી લાઇક અને કાઉન્ટ આ રીતે છુપાવો-


તમારા સ્માર્ટફોનમાં ઇન્સ્ટાગ્રામ ખોલો.
નીચે આપેલા રાઇડ કૉર્નરમાં આઇકૉન પર ટેપ કરીને તમારી પ્રૉફાઇલ પર જાઓ. 
હવે ત્રણ લાઇન વાળા આઇકૉન પર ટેપ કરો, અને સેટિંગ્સ પર ટેપ કરો.
પ્રાઇવસી પર ટેપ કરો.
મેનૂમાં, પૉસ્ટ પર ટેપ કરો.
હવે 'Hide like and view Counts' બટન પર ટૉગલ કરો.