લોકો મનોરંજન માટે ટીવીમાંથી મોબાઈલ તરફ વળ્યા છે. જ્યાં પહેલા લોકો ઘરની અંદર મનોરંજન માટે ટીવી પર આધાર રાખતા હતા, ત્યાં છેલ્લા કેટલાક વર્ષોમાં ટીવીની જગ્યા મોબાઈલે લીધી છે. ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2022 આજથી એટલે કે 26 માર્ચથી શરૂ થઈ રહી છે. લીગની પ્રથમ મેચ ચેન્નઈ સુપર કિંગ અને કોલકાતા નાઈટ રાઈડર્સ વચ્ચે રમાવાની છે.


 IPL 2022ની તમામ મેચો Disney+ Hotstar અને JioTV એપ પર લાઇવ થશે. જો તમે ક્રિકેટના ચાહક છો અને IPL જોવાનું પસંદ કરો છો, તો અમે તમને Jioના સૌથી સસ્તા પ્લાન વિશે જણાવીશું, જેમાં Disney Plus Hotstarની ઍક્સેસ મળશે.


જિયો રિચાર્જ પ્લાન


Jioના પોર્ટફોલિયોમાં ઘણા રિચાર્જ પ્લાન ઉપલબ્ધ છે, જે Disney + Hotstar સબસ્ક્રિપ્શન સાથે આવે છે. જો તમે સૌથી સસ્તો પ્લાન શોધી રહ્યા છો, તો તેની કિંમત 499 રૂપિયા હશે. Jioનો રૂપિયા 499નો પ્લાન Disney + Hotstarના એક વર્ષના સબ્સ્ક્રિપ્શન સાથે આવે છે. તેની વેલિડિટી 28 દિવસની છે. આ પ્લાન દરરોજ 2GB ડેટા ઓફર કરે છે અને અનલિમિટેડ વૉઇસ કૉલિંગ સુવિધા આપે છે.


એટલે કે આ સમગ્ર પ્લાનમાં યુઝર્સને કુલ 56GB ડેટા મળે છે. આ ઉપરાંત, યુઝર્સને દરરોજ 100 SMS અને અનલિમિટેડ કૉલ્સ મળે છે. Jioના રૂ 499 પ્રીપેડ પ્લાનમાં યુઝર્સને Disney + Hotstar મોબાઇલ સબ્સ્ક્રિપ્શન, JioTV, Jio Cinema, Jio Security અને Jio Cloudની મફતમાં ઍક્સેસ મળે છે.


ડિઝની પ્લસ હોટસ્ટાર - પ્રીમિયમ અથવા મોબાઇલ


જો કે, Disney + Hotstar માટે ત્રણ પ્રકારના સબ્સ્ક્રિપ્શન પણ છે. Jio બે પ્રકારના સબસ્ક્રિપ્શન ઓફર કરે છે, મોબાઇલ અને પ્રીમિયમ. મોબાઈલ સબસ્ક્રિપ્શનના નામ પરથી જ સ્પષ્ટ છે કે તમે મોબાઈલ પર જ જોઇ શકશો. પ્રીમિયમ સબ્સ્ક્રિપ્શન લેનારા વપરાશકર્તાઓ તેનો મોબાઇલ, પીસી અને ટીવી પર ઉપયોગ કરી શકે છે. ડિઝની+ હોટસ્ટાર સુપર પેક પણ ઓફર કરે છે