નવી દિલ્હીઃ સોશ્યલ મીડિયા જાયન્ટ ફેસબુક છેલ્લા કેટલાક મહિનાઓથી યૂઝર્સની સિક્યૂરિટીને લઇને સવાલોમાં ઘેરાઇ છે. આ વાતને ધ્યાનમાં રાખીને હવે કંપની પોતાના અનેક ફિચર્સમાં ફેરફાર કરી રહી છે. ગયા ડિસેમ્બર મહિનામાં ફેસબુકની કેટલીક મુશ્કેલીઓના કારણે 'વ્યૂ એઝ પબ્લિક' ફિચરને હટાવી લીધુ હતુ. પણ હવે રિપોર્ટ છે કે આ ફિચરની વાપસી ફરીથી થઇ રહી છે.
શું છે ફિચર....
'વ્યૂ એઝ પબ્લિક' એક પ્રાઇવેટ ફિચર છે, જેના દ્વારા યૂઝર્સ એ જોઇ શકે છે કે તેની પ્રૉફાઇલ કોઇ બીજા યૂઝર્સને કેવી દેખાઇ રહી છે. યૂઝર આ ફિચરની મદદથી પોતાની પ્રૉફાઇલને આવા યૂઝર્સની નજરથી જોઇ શકે છે જે પ્લેટફોર્મ પર તેના ફ્રેન્ડ નથી.
ધ વર્જની રિપોર્ટ અનુસાર, આના માધ્યમથી યૂઝર્સને એ નક્કી કરવાની મદદ મળશે કે તેની પ્રૉફાઇલમાં તેની કઇ માહિતી સાર્વજનિક રાખવી જોઇએ અને કઇ પર્સનલ.
કેમ હટાવી દેવામાં આવ્યુ હતુ આ ફિચર
ગયા વર્ષે ફેસબુકે આ ફિચરને એટલા માટે હટાવી દીધુ હતુ કેમકે એક હેકરે આની મદદથી લગભગ પાંચ કરોડ એકાઉન્ટ્સના ટૉકન ચોરી લીધા હતા. આનાથી થયુ એવું કે ફેસબુકને પોતાના 9 કરોડ યૂઝર્સના એકાઉન્ટમાં લૉગ બેક કરવુ પડ્યુ હતુ.
એક વર્ષ પહેલા હટાવી દેવાયેલુ આ જુનુ ફિચર ફરીથી ફેસબુકમાં આવ્યુ, જાણો કેમ
abpasmita.in
Updated at:
16 May 2019 01:10 PM (IST)
ધ વર્જની રિપોર્ટ અનુસાર, આના માધ્યમથી યૂઝર્સને એ નક્કી કરવાની મદદ મળશે કે તેની પ્રૉફાઇલમાં તેની કઇ માહિતી સાર્વજનિક રાખવી જોઇએ અને કઇ પર્સનલ
- - - - - - - - - Advertisement - - - - - - - - -