ફેસબુકના નવા નિયમ અંતર્ગત જે વ્યક્તિ ફેસબુકની સૌથી ગંભીર નીતિઓનું ઉલ્લંઘન કરે છે, તેને એક નિશ્ચિત સમય માટે લાઈવ સ્ટ્રીમિંગ કરવાથી પ્રતિબંધ કરી દેવામાં આવશે.
ફેસબુકના ઈન્ટીગ્રિટી વિભાગના ઉપાધ્યક્ષ ગાય રોસને મંગળવારે એક બ્લોગ લખ્યો જેમાં કહ્યું કે, ગુનાઓની વધતી સંખ્યાને ધ્યાનમાં રાખતા લાઈવમાં હવે એક વન સ્ટ્રાઈક નીતિ લાગૂ કરવામાં આવશે. જેમ કે જો કોઈ આતંકવાદી સંગઠન દ્વારા જારી નિવેદનની લિંક શેર કરે છે, તો તેને તાત્કાલીક અસરથી એક નિશ્ચિત સમય માટે લાઈવ ફીચરનો ઉપયોગ કરવાથી પ્રતિબંધિત કરવામાં આવશે.