ફેસબુકની નવી ડિઝાઇનમાં શું છે ખાસ....
ફેસબુકના ડાર્ક મૉડ ઇન્ટરફેસમાં બેકગ્રાઉન્ડ પુરેપુરુ બ્લેક છે. આ ડાર્ક મૉડનો ફાયદો એ થાય છે કે આંખો પર બ્રાઇટનેસની અસર ખુબ ઓછી થાય છે. ડેસ્કટૉપની નવી ડિઝાઇનમાં વીડિયો જોવા, ઇવેન્ટ ક્રિએએટ કરવા, પેજ બનાવવા અને ગ્રુપ બનાવવા આસાન થશે. એડમિન રિલય ટાઇમમાં પ્રિવ્યૂ પણ જોઇ શકશે.
આ રીતે કરો નવા ફેસબુક ઇન્ટરફેસને એપ્લાય....
1. ફેસબુક પર લૉગિન કરશો ત્યારે હૉમ સ્ક્રીન પર એક વિન્ડો દેખાશે. અહીં ફેસબુકના જેમ નવી ડિઝાઇન માટે તમને ઇનવાઇટ કરવામાં આવશે, અહીં Try It પર ક્લિક કરો.
2. નેક્સ્ટ વિન્ડો પર ન્યૂ ફેસબુક માટે વેલકમ મેસેજ આવશે, અહી ડાર્ક મૉડ (જેને ડેસ્કટૉપ યૂઝર્સ માટે લૉન્ચ કરવામાં આવ્યુ છે) ની સાથે ફાસ્ટ લૉડિંગ ટાઇમ અને ક્લિન લૂક જેવા ફિચર્સની ડિટેલ આપી છે. અહીં Next કરવાનુ હોય છે.
3. હવે નેક્સ્ટ વિન્ડો પર લાઇટ અને ડાર્ક થીમને બે વિન્ડોમાં સમજાવવામાં આવશે, એટલે કે ડાર્ક થીમમાં ઇન્ટરફેસ કેવુ દેખાશે. સાથે બન્ને ઇન્ટરફેસ પર ક્યારેય પણ સ્વિચ કરવાનો ઓપ્શન પણ મળશે. અહીં Get Started પર ક્લિક કરો.
4. હવે ન્યૂ ફેસબુક ઓપન થઇ જશે. આના સેટિંગમાં ડાર્ક મૉડને ઓન/ઓફ કરવાનો ઓપ્શન આપવામા આવ્યો છે. વળી, ક્લાસિક ફેસબુક પર સ્વિચ કરવાનો પણ ઓપ્શન મળે છે.