નવી દિલ્હી: Nokia સ્માર્ટફોન્સમાં સૉફ્ટવેર અપડેટ મામલે નંબર વન કંપની બની ગઈ છે. રિસર્ચ ફર્મ કાઉન્ટર પોઈન્ટની એક રિસર્ચ રિપોર્ટ પ્રમાણે નોકિયા સૉફ્ટવેર અપડેટ પુશ કરવામાં અન્ય કંપનીઓ કરતા આગળ છે. જ્યારે સેમસંગ બીજા નંબરે છે. નોકિયા સિક્યોરિટી પેચ આપવામાં પણ આગળ છે.



રિસર્ચ ફર્મ કાઉન્ટર પોઈન્ટના રિપોર્ટ પ્રમાણે ગત વર્ષે નોકિયાએ 96 ટકા સ્માર્ટફોન્સ Android 9 Pie સાથે વેચ્યા છે. જ્યારે સેમસંગે લેટેસ્ટ સૉફ્ટવેર સાથે 89 ટકા સ્માર્ટફોન વેચ્યા છે. Xiaomi અને Huaweiએ Android 9 Pie સાથે 80 ટકા સ્માર્ટફોન વેચ્યા છે.

Vivo, Lenovo, Oppo જેવી કંપનીઓએ નોકિયા પાસે શીખ લેવી જોઈએ. કારણ કે માત્ર સ્માર્ટફોન જ લૉન્ચ કરવાનું યૂઝર્સ માટે ફાયદાકારક નથી હોતું. પણ તેને અપડેટ પણ આપવું જોઈએ છે.

કાઉન્ટર પોઈન્ટના અનુસાર, Oppo, vivo અને lenovoના 50 ટકા સ્માર્ટફોન હજુ પણ જૂના Android 8.1 Oreo અને તેનાથી પણ જીના એન્ડ્રોઈડ વર્ઝન પર ચાલી રહ્યાં છે.