ફેસબુકના મેસેન્જર માટે એક પ્રાઇવસી ફિચરની વાત કહી છે, આ નવુ ફિચર આવ્યા બાદ ફેસબુક યૂઝર્સ એપ પર સીધા બીજા યૂઝર્સના આવી રહેલા મેસેજ અને કૉલને કન્ટ્રૉલ કરી શકશે. ખરેખરમાં આ ફિચર આવ્યા બાદ ફેસબુક મેસેન્જર એપને લૉક ફિચર જેવી નવી ફેસિલીટી મળી જશે.
જેની મદદથી યૂઝર આ ફિચર અંતર્ગત પોતાની મોબાઇલ એપને લૉક કરી શકશે. આ ફિચર્સના આવ્યા બાદ યૂઝર્સ પોતાના બાયૉમેટ્રિક્સ જેવા કે ટચ અને ફેસ આઇડીનો ઉપયોગ કરીને એપને અનલૉક કરી શકશે.
આ ફિચરને ભારતમાં લૉન્ચ કરી દેવામાં આવ્યુ છે, વર્તમાનમાં ફેસબુક મેસેજન્ચર એપની આ સુવિધા આઇઓએસ અને આઇપેડ યૂઝર્સ સુધી જ સિમીત રાખવામાં આવી છે. ફેસબુક મેસેન્જર જલ્દી આગામી દિવસોમાં એન્ડ્રોઇડ યૂઝર્સ માટે પણ આ ફિચર લૉન્ચ કરવાની તૈયારીમાં છે.
ફેસબુકે મેસેન્જર એપ માટે બીજી એક પ્રાઇવસી ફિચરની પણ જાહેરાત કરી છે, આ ફિચર આગામી દિવસોમાં યૂઝર્સ એપની મદદથી બીજા યૂઝર્સના મેસેજ અને કૉલને કન્ટ્રૉલ કરી શકશે.