નવી દિલ્હીઃ વૉટ્સએપ પોતાના યૂઝર્સના અનુભવને વધુ બેસ્ટ બનાવવા માટે સમયાંતરે નવા નવા અપડેટ આપતુ રહે છે, હવે આ પ્લેટફોર્મને વધુ સરળ બનાવવા માટે કંપનીએ વૉટ્સએપમાં એક મોટુ એપડેટ આપ્યુ છે, જે યૂઝર્સ માટે ફોન નંબરને સેવ કરવાની પ્રક્રિયાને આસાન કરી દેશે.
વૉટ્સએપે પોતાના એન્ડ્રોઇડ બીટા યૂઝર્સ માટે QR સપોર્ટનુ અપડેટ રૉલઆઉટ કરી દીધુ છે, ફેસબુકના સ્વામિત્વવાળી આ કંપનીએ તાજેતરમાં જ આ અપડેટ iOS બીટા યૂઝર્સ માટે રિલીઝ કર્યુ હતુ. આની મદદથી હવે યૂઝર્સ પોતાના નંબર શેર કરવાને બદલે માત્ર પર્સનલ QR કૉડ શેર કરી શકશે, અને બાકી યૂઝર તેને સ્કેન કરીને નંબર સેવ કરી શકશે.
હાલ આ સુવિધા ફક્ત બીટા ટેસ્ટર્સ માટે છે, બાદમાં કંપની આને આગામી સમયમાં તમામ યૂઝર્સ માટે રિલીઝ કરી દેશે. વૉટ્સએપના નવા અપડેટ પર નજર રાખનારા ગ્રુપ WABetaInfo ના રિપોર્ટ અનુસાર 2.20.171 વર્ઝનના અપડેટની સાથે આ ફિચર અવેલેબલ થશે.
WhatsAppના એન્ડ્રોઇડ બીટામાં આવ્યુ મોટુ અપડેટ, યૂઝર્સને મળશે પર્સનલ QR કૉડ
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
22 May 2020 02:44 PM (IST)
વૉટ્સએપે પોતાના એન્ડ્રોઇડ બીટા યૂઝર્સ માટે QR સપોર્ટનુ અપડેટ રૉલઆઉટ કરી દીધુ છે, ફેસબુકના સ્વામિત્વવાળી આ કંપનીએ તાજેતરમાં જ આ અપડેટ iOS બીટા યૂઝર્સ માટે રિલીઝ કર્યુ હતુ
- - - - - - - - - Advertisement - - - - - - - - -