Facebook Live Shopping: ફેસબુકે આ લોકપ્રિય ફીચરને બંધ કરવાની જાહેરાત કરી છે અને આગામી 1 ઓક્ટોબરથી યુઝર્સ તેનો ઉપયોગ કરી શકશે નહીં. ફેસબુકે 1 ઓક્ટોબરથી તેની લાઈવ શોપિંગ સુવિધા બંધ કરવાની અને પોતાની મુખ્ય એપ અને ઈન્સ્ટાગ્રામ પર શોર્ટ-ફોર્મ વિડિયો પ્લેટફોર્મ રીલ્સ પર ફોકસ કરવાની જાહેરાત કરી છે. નોંધનીય છે કે યુઝર્સ હજુ પણ લાઇવ ઇવેન્ટ્સ ટેલિકાસ્ટ કરવા માટે Facebook લાઇવનો ઉપયોગ કરી શકશે, પરંતુ તેઓ તેમના Facebook લાઇવ વિડિઓઝમાં પ્રોડક્ટ પ્લેલિસ્ટ અથવા ઉત્પાદનોને ટેગ કરી શકશે નહીં.


ફેસબુકનું લાઈવ શોપિંગ ફીચર શું છે


ફેસબુકનું લાઇવ શોપિંગ ફીચર ક્રિએટર્સને પ્રોડક્ટ્સ વિશે ટેલિકાસ્ટ કરવા અને વેચાણ કરવાની મંજૂરી આપે છે. લાઈવ ફીચર સૌ પ્રથમ થાઈલેન્ડમાં 2018માં રજૂ કરવામાં આવ્યું હતું.


લાઈવ શોપિંગ ફીચરને બંધ કરવાની જાહેરાત કરતી વખતે કંપનીએ શું કહ્યું?


કંપનીએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે, "યુઝર્સ શોર્ટ-ફોર્મ વિડીયો જોવાનું પસંદ કરતા હોવાથી અમે ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર રીલ્સ પર અમારું ધ્યાન કેન્દ્રિત કરી રહ્યા છીએ." કંપનીએ એમ પણ કહ્યું કે જો તમે વીડિયો દ્વારા લોકો સુધી પહોંચવા અને તેમની સાથે જોડાવા માંગતા હોવ તો ફેસબુક અને ઈન્સ્ટાગ્રામ પર રીલ અને રીલ જાહેરખબરો સાથે પ્રયોગ કરી શકો છો. તમે Instagram પર રીલ્સમાં ઉત્પાદનોને પણ ટેગ કરી શકો છો. ફેસબુકે કહ્યું કે જેમની પાસે ચેકઆઉટ શોપ છે અને તેઓ ઈન્સ્ટાગ્રામ પર લાઈવ શોપિંગ ઈવેન્ટ હોસ્ટ કરવા માગે છે, તેઓ આમ કરી શકે છે. કંપનીએ કહ્યું કે જો તમે પહેલાનો લાઈવ વીડિયો સેવ કરવા ઈચ્છો છો, તો તમે તમારો વીડિયો તમારા પેજ અથવા ક્રિએટર સ્ટુડિયોમાં ડાઉનલોડ કરી શકો છો.


મેટાનું ધ્યાન હવે રીલ્સ પર


Meta એ પોતાના શોર્ટ વીડિયો મેકિંગ પ્લેટફોર્મ રીલ્સ પર જાહેરાતોથી 1 અબજ ડોલર વાર્ષિક રેવન્યુ રન રેટ પાર કરી લીધો છે. રીલ્સ લોન્ચ થયા પછી સમાન સમયમાં Facebook/Instagram સ્ટોરીઝ કરતાં વધુ રેવન્યુ રન રેટ ધરાવે છે. મેટાએ જાહેરાત કરી કે લોકો રીલ્સ પર 30 ટકા વધુ સમય વિતાવે છે.


 


Gujarat Congress : ચૂંટણી પહેલા કોંગ્રેસને વધુ એક ઝટકો કોંગ્રેસના બે મોટા નેતાઓએ આપ્યા રાજીનામાં


Lumpy Virus : ગુજરાતમાં આજે લમ્પી વાયરસને કારણે 159 પશુઓના મોત થયા, જાણો કેટલા જિલ્લામાં ફેલાયો વાયરસ


RBI Repo Rate: RBI એ સતત ત્રીજી વખત રેપો રેટમાં વધારો કર્યો, જાણો હવે લોનનો હપ્તો કેટલો વધી જશે


Monkeypox in US: ઝડપથી ફેલાઈ રહ્યો છે મંકીપોક્સ, અમેરિકામાં હેલ્થ ઈમરજન્સી જાહેર, અત્યાર સુધીમાં આટલા કેસ નોંધાયા