Dangerous Android Apps: ગૂગલે (Google) પોતાના પ્લે સ્ટૉરમાંથી (Play Store) કેટલીય એન્ડ્રોઇડ એપ (Android App)ને હટાવી દીધી છે. આરોપ છે કે, આ એપ્સ ખોટી રીતે યૂઝર્સને ટાર્ગેટ કરી રહી હતી. આની સાથે જ ચિંતાની વાત એ છે કે, આ એપને લાખો યૂઝર્સે પહેલાથી ડાઉનલૉડ પમ કરી લીધી છે. આ એપ યૂઝર્સને એડ દ્વારા ટાર્ગેટ કરવાનુ કામ કરે છે. જો તમારા ફોનમાં પણ આમાની કોઇ એપને ઇન્સ્ટૉલ કરીને રાખી છે, તો તેને તરત જ ડિલીટ કરી દેવી જોઇએ.
ખરેખરમાં, કૉમ્પ્યુટર સિક્યૂરિટી કંપની McAfeeએ ગૂગલ પ્લે સ્ટૉરમાં રહેલી કેટલીય ખતરનાક એપ્સ વિશે રિપોર્ટ કર્યો છે, રિપોર્ટમા દાવો કરવામાં આવ્યો છે કે આ એપ ખોટી રીતે યૂઝર્સને એડ આપી રહી હતી. આ એપ યૂઝર્સના ફોનને એડવર્ટાઇઝમેન્ટ્સને પુરી ભરી દે છે, જે પછી યૂઝર્સનો ફોન હેન્ગ અને સ્લૉ થઇ જાય છે. જોકે, McAfeeના રિપોર્ટ બાદ ગૂગલે 13 ખતરનાક એપને ગૂગલ પ્લે સ્ટૉર પરથી બેન કરી દીધી છે, પરંતુ આ એપને કેટલાય યૂઝર્સ દ્વારા ડાઉનલૉડ કરવામાં આવી ચૂકી છે.
ગૂગલ પોતાના પ્લે સ્ટૉર પર એપને લિસ્ટ કરતાં પહેલા તેની સેફ્ટીની તપાસ કરી છે, પરંતુ ઘણીવાર આવી ખતરનાક એપ સુરક્ષા ચક્રથી બચીને ગૂગલ પ્લે સ્ટૉર પર લિસ્ટ થઇ જાય છે. આના પછી આની ઓળખ કરવી મુશ્કેલ બની જાય છે. આ ખતરનાક એપમાં મોટાભાગની જિન્ક ક્લિનકર એપના નામ સામેલ હતા. જે યૂઝર્સના ફોનને ખોટી રીતે યૂઝ કરી રહ્યાં હતા.
ખતરનાક એન્ડ્રોઇડ એપ્સનુ લિસ્ટ -
Junk Cleaner - જન્ક ક્લિનર Full Clean - ફૂલ ક્લિનર Quick Cleaner - ક્વિક ક્નિરKeep Clean - કીપ ક્લિનરSuper Clean - સુપર ક્લિનCool Clean - કૂલ ક્લિનStrong Clean - સ્ટ્રૉન્ગ ક્લિનMeteor Clean - મેટિયર ક્લિનPower Doctor - પાવર ડૉક્ટરFingertip Cleaner - ફિંગરટિપ ક્લિનરWindy Clean - વિન્ડી ક્લિનરEasy Cleaner - ઇઝી ક્લિનરCarpet Clean - કારપેટ ક્લિન
આ પણ વાંચો........
RBI Repo Rate: RBI એ સતત ત્રીજી વખત રેપો રેટમાં વધારો કર્યો, જાણો હવે લોનનો હપ્તો કેટલો વધી જશે
WhatsApp: વૉટ્સએપથી હવે બુક કરી શકશો Uber કેબ, જાણો બુકિંગ કરવાની રીત............
Latest Photoshoot: Ranveer Singh બાદ હવે આ એક્ટ્રેસે કરાવ્યું ફોટોશૂટ, FIR દાખલ કરવાની માંગ