હવે ફેસબુક પર તમારી પૉસ્ટને કેટલી Likes મળી તેની નહીં પડે ખબર, FB લાવી રહ્યું છે આ મોટુ અપડેટ
abpasmita.in | 04 Sep 2019 10:22 AM (IST)
ઉલ્લેખનીય છે કે, ફેસબુકના માલિકી હક્ક વાળી ઇન્સ્ટાગ્રામ એપ પર આ ફિચરને લઇને કેટલાક દેશોમાં પ્રયોગ ચાલી રહ્યો છે
નવી દિલ્હીઃ દુનિયાની સૌથી મોટી સોશ્યલ નેટવર્કિંગ સાઇટ ફેસબુક હવે ટુંકસમયમાં મોટા અપડેટ લાવવા જઇ રહી છે. હાલમાં ફેસબુક લાઇક બટનને છુપાવવા માટે કામ કરી રહી છે, આ અંગે તે મોટુ અપડેટ પણ આપશે. જો આમ થશે તો તમે તમારી પૉસ્ટને કેટલી Likes મળી છે તે નહીં જોઇ શકો, એટલે કે તમારી પૉસ્ટની Likesની તમારા મિત્રો કે અન્ય યૂઝરને નહીં ખબર પડે. ફેસબુકે આ વાતની ખુદ મંગળવારે સ્પષ્ટતા કરી હતી. ફેસબુક Likes કાઉન્ટ છુપાવવા માટે કરી રહ્યું છે કામ.... ફેસબુક મોટુ અપડેટ આપીને તસવીરો, વીડિયો કે કૉમેન્ટ્સ પર મળનારી Likesની સંખ્યાની દિલચસ્પીને સમાપ્ત કરી દેશે, અને લોકો પૉસ્ટની વિયષવસ્તુ પર ધ્યાન કેન્દ્રિત કરશે. ઉલ્લેખનીય છે કે, ફેસબુકના માલિકી હક્ક વાળી ઇન્સ્ટાગ્રામ એપ પર આ ફિચરને લઇને કેટલાક દેશોમાં પ્રયોગ ચાલી રહ્યો છે.