Oppo - ઓપ્પો પોતાનો એક નવો સ્માર્ટફોન લૉન્ચ કરવા જઇ રહ્યું છે. આ Oppo K10 છે. ચીની કંપનીએ તાજેતરમાં જ પુષ્ટી કરી હતી કે ઓપ્પો K10 ને 23 માર્ચે લૉન્ચ કરશે. ઓપ્પોએ હેન્ડસેટના કેટલાક ફિચર્સ ટીજ કર્યા છે, જેના પરથી જાણી શકાય છે કે આ ફોન સ્નેપડ્રગેન 680 SoC પ્રૉસેસર સાથે આવશે. ફોનની ડિસ્પ્લેમાં પંચ હૉલની સાથે એક ત્રિપલ રિયર કેમેરા સેટએપ મળવાનો છે. કંપની Oppo Enco Air 2 TWS ઇયરફોન પણ Oppo K10 હેન્ડસેટની સાથે 23 માર્ચે લૉન્ચ કરશે. 


ભારતમાં ઓપ્પો K10ની કિંમત 20000 રૂપિયાની પ્રાઇસ પૉઇન્ટની અંદર રહી શકે છે. જોકે ઓપ્પોએ હજુ સુધી સ્માર્ટફોનની સટીક પ્રાઇસનો ખુલાસો નથી કર્યો. ઓપ્પો K10 23 માર્ચે ભારતમાં લૉન્ચ થવાનો છે, અને કંપની અનુસાર 29 માર્ચથી સેલ કરવામાં આવશે. 


એક રિપોર્ટ અનુસાર, Oppo K10 હેન્ડસેટ Android 11 પર બેઝ ColorOS 11.1 પર કામ કરશે. આમાં 6.5 ઇંચની ફૂલ એચડી (1,080x1920 પિક્સલ) એલસીડી ડિસ્પ્લે મળી શકે છે. સ્માર્ટફોન 6nm સ્નેપડ્રગેન 680 SoC પ્રૉસેસર હશે, જેમાં 6GB ની રેમ અને 128GB ની ઇન્ટરનલ મેમરી મળી શકે છે. સ્માર્ટફોન માટે ઓપ્પોની માઇક્રોસાઇટ પરથી જાણવા મળે છે કે આ માઇક્રોએસડી કાર્ડ દ્વારા એક્સપાન્ડેબલ સ્ટૉરેજને સપોર્ટ કરશે. સાથે જ આ બૂસ્ટર રેમની સાથે પણ આવશે. 


ઓપ્પોની માઇક્રોસાઇટમાં કહેવામાં આવ્યુ છે કે આમાં ત્રિપલ રિયર કેમેરા સેટઅપ હશે, જેમાં 50- મેગાપિક્સલનો પ્રાઇમરી કેમેરો હશે, આની સાથે 2 મેગાપિક્સલનો ડેપ્થ અને 2 મેગાપિક્સલનો મેક્રો કેમેરો હશે. વળી, સેલ્ફી અને વીડિયો કૉલિંગ માટે 16 મેગાપિક્સલનો ફ્રન્ટ કેમેરો હશે. રિપોર્ટ અનુસાર ફોનમાં 5,000mAhની બેટરી 33W ફાસ્ટ ચાર્જિંગ સપોર્ટની સાથે આપવામાં આવી ચે. આમાં બાયૉમેટ્રિક માટે સાઇડ માઉન્ટેડ ફિંગરપ્રિન્ટ સેન્સર પણ મળી શકે છે. 


આ પણ વાંચો............


2 રુપિયા આપી 26 દિવસ એક્સ્ટ્રા વેલિડિટી, Vi યૂઝર્સ માટે શાનદાર પ્લાન, ડેટા- કોલિંગ ફ્રી


આ રીતે ફક્ત 3 શબ્દો ગૂગલ પર કરો સર્ચ, ફ્રીમાં જાણી શકશો ઈન્ટરનેટ સ્પીડ


ગરમીમાં ફ્રિજનું ઠંડું પાણી પીવાની આદત છે, તો નુકસાન જાણી લો


ઈન્ડિયન મિલિટરી એકેડમીમાં નોકરીની શાનદાર તક, આ જગ્યાઓ પર બહાર પડી ભરતી, મળશે સારો પગાર


SMC EV Plant in Gujarat: ગુજરાતમાં બનશે ઈલેક્ટ્રિક વાહનો અને બેટરી, જાણો કઈ જાણીતી કંપની કેટલા કરોડનું કરશે રોકાણ


પાકિસ્તાનમાં મોંઘવારી આસમાને, 150 રૂ. લીટર પેટ્રૉલ - 100 રૂ. કિલો ખાંડ, જાણો શાકભાજીના શું છે ભાવ..........