દિગ્ગજ ટેલિકોમ કંપની Vodafone-Idea ગ્રાહકોને અલગ-અલગ શાનદાર પ્લાન આપે છે.  જો કે કંપનીના કેટલાક પ્લાન છે, જેની કિંમત લગભગ સમાન છે. આજે અમે તમારા માટે આવા બે પ્લાનની સરખામણી કરવા જઈ રહ્યા છીએ. આમાંનો એક પ્લાન એવો છે કે તમે 2 રૂપિયા વધુ ચૂકવીને 26 દિવસની વધારાની વેલિડિટી મેળવી શકો છો.


Vi 327 Prepaid Plan 


વોડાફોન આઈડિયાનો રૂ. 327નો પ્લાન અનલિમિટેડ કોલિંગ અને ડેટા સાથે આવે છે. આમાં 30 દિવસ માટે 25 જીબી ડેટા આપવામાં આવે છે. આ સાથે, તમને દરરોજ 100 SMS પણ આપવામાં આવે છે. આ સિવાય પ્લાનમાં Vi Movies & TV Classic એક્સેસ પણ આપવામાં આવી છે.


Vi 329 Prepaid Plan


બીજો પ્લાન 329 રૂપિયાનો છે. આ પ્લાનમાં તમને ઓછો ડેટા મળે છે, પરંતુ વેલિડિટી વધારે છે. 329 રૂપિયાના રિચાર્જમાં કુલ 4 જીબી ડેટા અને 56 દિવસની વેલિડિટી મળે છે. આમાં, કુલ 600 SMS અને Vi Movies & TV Basicની મફત ઍક્સેસ ઉપલબ્ધ છે.


રૂ 2 માટે 26 દિવસની વધારાની વેલિડિટી


જો આપણે બંને પ્લાનની સરખામણી કરીએ તો 329 રૂપિયાનો પ્લાન 2 રૂપિયા વધુ છે, પરંતુ તેમાં 26 દિવસની વેલિડિટી વધારે મળી રહી છે. જોકે, રૂ. 327નો પ્લાન તે લોકો માટે વધુ સારો છે જેમને વધુ ડેટા જોઈએ છે.


આ પણ વાંચો........... 


Krishi Vigyan Kendra: આ વિજ્ઞાન કેન્દ્રોને કૃષિ પ્રણાલીની કહે છે કરોડરજ્જુ, જાણો ગુજરાતમાં કેટલા છે ?


શું હાર્દિક પટેલ AAPમાં જોડાશે? અરવિંદ કેજરીવાલ સાથે પ્રાથમિક વાટાઘાટો થઈ હોવાની ચર્ચા


Horoscope 20 March 2022: આ રાશિના જાતકો રહે સાવધાન, જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ


Income Tax Department Recruitment: આવકવેરા વિભાગમાં નોકરીનો શાનદાર મોકો, આ પદો પર નીકળી ભરતી


Hotel Management: 2 થી 3 લાખ રૂપિયા મહિને કમાવવા માંગો છો તો 12મું પાસ કર્યા બાદ કરો આ કોર્સ, દેશમાં જ નહીં વિદેશમાં પણ મળશે નોકરી


હાલ માત્ર 4,999 રૂપિયામાં તમારી થઈ શકે છે Hero ની આ શાનદાર બાઈક, જબરદસ્ત છે માઈલેજ