નવી દિલ્હી: આપણા ફોનનમાં ઘણીવાર સ્પેસની મુશ્કેલી રહે છે અને ઘણીવાર એવી ફાઈલ ટ્રાન્સફર કરવાની હોય છે જે વ્હોટ્સએપ અથવા અન્ય કોઈ ચેટિંગ એપ દ્વારા શેર કરી શકાતી નથી. હવે આ તમામ સમસ્યાનું સમાધાન ગૂગલની એક એપની મદદથી થઈ શકે છે. ગૂગલની Files By Google એપ વિશે ખૂબજ ઓછા લોકો જાણતા હશે, ત્યારે જાણો તેનો ઉપયોગ કઈ રીતે કરી શકાય છે.
આ રીતે ફોનમાં વધારો સ્પેસ
સૌપ્રથમ તો ગૂગલ પ્લે સ્ટોર પર જઈને Files By Google એપને ઈન્સ્ટોલ કરો. એપ ખોલતાની સાથે જ તમને ટૉપ પર પોતાના ફોનની યૂઝ્ડ સ્પેસની જાણકારી મળશે. તેની નીચે જંક ફાઈલ, ડુપ્લીકેટ ફાઈલ્સ, ઓલ્ડ સ્ક્રીનશોટની માહિતી મલશે. ફોનમાં સ્પેસ વધારવા માટે જંક ફાઈલ્સને ડિલીટ કરી શકો છો. આ સિવાય બેક અપ ફોટો ફોનમાં હાજર ફોટાનું બેકઅપ સીધા ગૂગલ પર લઈ જઈ તેને ડિલીટ પણ કરી શકો છો.
આ રીતે શેર કરો ફાઈલ
જો તમારે ફાઈલ શેર કરવાની છે તો, બ્રાઉઝ પાસે શેરના ઓપ્શન પર ક્લિક કરો. જેનાથી બીજા યૂઝર્સ સાથે ફાઈલ સેન્ડ-રિસીવ કરી શકાશે. તેના માટે બીજા યૂઝરને ફોનમાં પણ Files By Google એપ હોવું અનિવાર્ય છે. ફાઈલ શેર કરવા માટે ઈન્ટરનેટની પણ જરૂર નહીં પડે.