ફિંગરપ્રિન્ટ લૉક સેન્સર ફિચરમાં શું શું મળશે
જો તમે નક્કી કરેલા સમય પર વૉટ્સએપને ઇનેબલ કરીને મુક્યુ હશે તો તે સમય પછી વૉટ્સએપ ખુદ અનલૉક થઇ જશે, આ સમય તમે જાતે સિલેક્ટ કરી શકશો. તમે 1 મિનીટથી લઇને 30 સુધીનો સમય આમાં સિલેક્ટ કરી શકો છો.
આ રીતે યૂઝ કરો ફિંગરપ્રિન્ટ લૉક સેન્સર
સૌથી પહેલા યૂઝર્સે પોતાની એન્ડ્રોઇડ વૉટ્સએપ એપ પર જવુ પડશે. બાદમાં સેટિંગ્સમાં જાઓ, અહીં તમને એકાઉન્ટનો ઓપ્શન દેખાશે, તેના પર ટેપ કરો. આ પછી પ્રાઇવસીમાં જઇને ફિંગરપ્રિન્ટ લૉક સિલેક્ટ કરો. હવે Unlock with fingerprint option ને ઇનેબલ કરી દો. હવે તમારી પાસે ફિંગરપ્રિન્ટ કન્ફોર્મ કરવામાં આવશે, પછી કન્ફોર્મ પર ટેપ કરી દો.