નવી દિલ્હીઃ સ્માર્ટફોનના વધતા ઉપયોગની સાથે સાથે હવે આજકાલ પાવરેબન્કની ડિમાન્ડ પણ વધી ગઇ છે. માર્કેટમાં આમ તો પાવરબેન્ક ઘણાબધા ઓપ્શન અવેલેબલ છે. પરંતુ આ બધાની વચ્ચે એક ખાસ પાવરબેન્કે માર્કેટમાં એન્ટ્રી કરી લીધી છે. ખાસ વાત એ છે કે આ પાવરબેન્ક સ્માર્ટફોનની સાથે સાથે લેપટૉપને પણ આસાનીથી ચાર્જ કરી શકે છે, અને આ ભારતીય કંપનીએ બનાવી છે.


20000 mAhની છે કેપેસિટી....
મોબિલિટી પ્રૉડક્ટ્સ નિર્માતા કંપની EVMએ પોતાની Enlappower પાવરબેન્ક માર્કેટમાં લૉન્ચ કરી દીધી છે. આ પાવરબેન્કની કેપેસિટી 20000 mAhની છે.

ખાસ વાત છે કે આ પાવરબેન્ક C પોર્ટ બેઝ્ડ લેપટૉપને આસાનીથી ચાર્જ કરી શકે છે. કનેક્ટિવિટી માટે આમાં C ટાઇપ કનેક્ટર આપવામાં આવ્યુ છે. આની સાથે આમાં 4 ફૂટ લાંબો વાયર પણ મળી રહ્યો છે. આ પાવરબેન્કની બૉડી મેટલની છે. Enlappower પાવરબેન્કની કિંમત 9,999 રૂપિયા છે, અને આના પર 3 વર્ષની વૉરંટી મળી રહી છે. બહુ જલ્દી આ વિજય સેલ્સ પણ અવેબલે થશે.

આ પાવરબેન્ક મેકબુક, iPad, ડેલ, એચપી, લેનોવો, LG ગ્રામ, આસુસ જેનબુક અને તમામ સ્માર્ટફોનને પણ ચાર્જ કરી શકશે. લેપટૉપની બેટરી હંમેશા વધારે બેકઅપ નથી આપતી. આવામાં આ ડિવાઇસ ખુબ ઉપયોગી સાબિત થઇ શકે છે.

ફાઇલ તસવીર