નવી દિલ્હીઃ નવા વર્ષ 2020થી વૉટ્સએપ યૂઝર્સ માટે એક મોટા સમાચાર આવી રહ્યાં છે. રિપોર્ટ છે કે વૉટ્સએપ નવા વર્ષે નવી શરતો લાવી રહ્યું છે, જેને એકસેપ્ટ ના કરવાથી તમારુ એકાઉન્ટ બંધ થઇ જશે.


વૉટ્સએપને લઇને એક લેટેસ્ટ રિપોર્ટમાં ખુલાસો થયો છે કે કંપની પોતાની ટર્મ ઓફ સર્વિસને અપડેટ કરવાની છે, જેની શરૂઆત આગામી 8મી ફેબ્રુઆરીથી થઇ જશે. આમાં કેટલીક શરતો છે, જેને યૂઝર્સે માનવી પડશે, શરતો નહીં માનનારા યૂઝર્સના વૉટ્સએપ એકાઉન્ટ નવા વર્ષમાં બંધ થઇ શકે છે.

WABetaInfo દ્વારા એક સ્ક્રીનશોટ શેર કરવામાં આવ્યો છે. આ સ્ક્રીનશોટમાં WhatsApp ની નવી ટર્મ એન્ડ પ્રાઈવસી પોલિસી અપડેટને દર્શાવામાં આવી છે. જેમાં સ્પષ્ટપણે બતાવામાં આવ્યું છે કે, જો યૂઝર્સ તેને એક્સેપ્ટ નહીં કરે તો આ કંન્ડિશનમાં તેનું એકાઉન્ટ બંધ કરવામાં આવી શકે છે.

(ફાઇલ તસવીર)

WABetaInfoએ શરે કરેલા આ સ્ક્રીનશોટમાં WhatsAppના આ અંગેના મુખ્ય અપડેટની જાણકારી આપવામાં આવી છે. તેમાં WhatsApp દ્વારા બિઝનેસ- ફેસબુક હોસ્ટેડ સર્વિસનો ઉપયોગ કરીને ચેટ્સને મેનજ અને સ્ટોર કરવામાં આવી શકે છે. તેની સાથે યૂઝર્સને ડિસ્ક્લેમર આપતા જણાવવામાં આવ્યું છે કે, આ નવી પોલિસી 8 ફ્રેબ્રુઆરીથી લાગુ થશે. પોલિસીને એક્સેપ્ટ કર્યા બાદ જ યૂઝર્સ WhatsApp યૂઝ કરી શકશે.