Smartphones: ભારતીય માર્કેટમાં દેસી અને વિદેશી કંપનીઓનો ઢગલાબંધ નવા નવા સ્માર્ટફોન અવેલેબલ છે. પરંતુ આ બધાની વચ્ચે ભારતીય યૂઝર્સ હંમેશા સસ્તી કિંમતે વધુ ફિચર્સ વાળા ફોનને ફર્સ્ટ પ્રાયૉરિટી આપે છે. આ કારણે હવે માર્કેટમાં અનેક ચીપેસ્ટ અને હાઇટેક ફોન પણ અવેલેબલ બન્યા છે, જો તમે એક સારો ફોન ખરીદવા માંગતા હોય તો અહીં પાંચ બેસ્ટ ફોન છે, જુઓ કિંમતમાં કેટલા છે સસ્તા.......... 


પાંચ સસ્તાં અને હાઇટેક સ્માર્ટફોન - 


Tecno Pova 5G - 
Tecno Pova 5Gમાં MediaTek Dimensity 900 પ્રોસેસર આપવામાં આવ્યું છે. આમાં 6.9 ઇંચની સ્ક્રીનથી ફુલ HD+ ડિસ્પ્લે ઉપલબ્ધ છે. ફોનનો રિફ્રેશ રેટ 120 HZ છે. Tecno Pova 5G સ્માર્ટફોન ટ્રિપલ કેમેરા સેટઅપ સાથે આવે છે જેમાં 50 MPનો મુખ્ય પાછળનો કેમેરો, 2 MP સેકન્ડ અને ત્રીજો AI-સક્ષમ કેમેરાનો સમાવેશ થાય છે. આ સિવાય ફોનમાં 16 MPનો ફ્રન્ટ કેમેરા છે. તેમાં 6000 mAh બેટરી છે. ફોન 8 GB RAM + 128 GB ઇન્ટરનલ સ્ટોરેજ સાથે આવે છે. Tecno Pova 5G ફોનની કિંમત 19,999 રૂપિયા છે.


Samsung Galaxy F42 5G - 
Samsung Galaxy F42 5Gમાં MediaTek Dimensity 700 પ્રોસેસર આપવામાં આવ્યું છે. આ સ્માર્ટફોનમાં 6.6 ઇંચની સ્ક્રીનથી ફુલ HD+ ડિસ્પ્લે ઉપલબ્ધ છે. આ સાથે ફોનમાં 90 HZ નો રિફ્રેશ રેટ આપવામાં આવ્યો છે. આ સ્માર્ટફોનમાં ટ્રિપલ કેમેરા સેટઅપ આપવામાં આવ્યો છે. તેમાં 64 MPનો મુખ્ય રિયર કેમેરા, 5 MP અલ્ટ્રા વાઇડ અને 2 MP ડેપ્થ કેમેરાનો સમાવેશ થાય છે. આ સિવાય ફોનમાં 8 MPનો ફ્રન્ટ કેમેરા છે. તેમાં 5000 mAh બેટરી છે. આ ફોન 6 જીબી રેમ + 128 જીબી ઇન્ટરનલ સ્ટોરેજ અને 8 જીબી રેમ + 128 જીબી ઇન્ટરનલ સ્ટોરેજ સાથે આવે છે. તેના 8 જીબી રેમ વેરિઅન્ટની કિંમત 19,999 રૂપિયા છે.


Vivo Y72 5G - 
Vivo Y72 5Gમાં Qualcomm Snapdragon 480 પ્રોસેસર આપવામાં આવ્યું છે. તેમાં 6.58 ઇંચની સ્ક્રીન સાથે ફુલ HD+ ડિસ્પ્લે છે. ફોનનો રિફ્રેશ રેટ 90 HZ છે. આ સ્માર્ટફોન ડ્યુઅલ કેમેરા સેટઅપ સાથે ઉપલબ્ધ છે. તેમાં 48 MPનો મુખ્ય રિયર કેમેરા અને 2 MP ડેપ્થ કેમેરા છે. આ સિવાય ફોનમાં 8 MPનો ફ્રન્ટ કેમેરા છે. ફોનમાં 5000 mAh બેટરી આપવામાં આવી છે. આ ફોન 8 જીબી રેમ + 128 જીબી ઇન્ટરનલ સ્ટોરેજ સાથે આવે છે. Vivo Y72 5G ની કિંમત 19,990 રૂપિયા છે.


Realme 8 - 
આ સ્માર્ટફોનમાં MediaTek Helio G95 ઓક્ટા કોર પ્રોસેસર આપવામાં આવ્યું છે. આમાં 6.4 ઇંચની સ્ક્રીનથી ફુલ HD+ ડિસ્પ્લે ઉપલબ્ધ છે. તેનો રિફ્રેશ રેટ 60 HZ છે. આ સ્માર્ટફોનમાં ક્વાડ કેમેરા સેટઅપ છે, જેમાં 64 MPનો મુખ્ય રિયર કેમેરા, 8 MP સેકન્ડ, 2 MP ત્રીજો અને 2 MP ચોથો કેમેરો છે. આ સિવાય ફોનમાં 16 MPનો ફ્રન્ટ કેમેરા છે. તેમાં 5000 mAh બેટરી છે. આ ફોન 8 જીબી રેમ અને 128 જીબી ઇન્ટરનલ સ્ટોરેજ સાથે ઉપલબ્ધ છે. Realme 8ની કિંમત 17,999 રૂપિયા છે.


OPPO K10 5G - 
OPPO K10 5G ફોનમાં MediaTek Dimensity 810 પ્રોસેસર આપવામાં આવ્યું છે. તેમાં 6.56-ઇંચની સ્ક્રીન સાથે HD+ ડિસ્પ્લે છે. તેનો રિફ્રેશ રેટ 90 HZ છે. OPPO K10 5G સ્માર્ટફોનમાં ડ્યુઅલ કેમેરા સેટઅપ આપવામાં આવ્યું છે. તેમાં 48 MPનો મુખ્ય રિયર કેમેરા, 2 MP ડેપ્થ કેમેરા છે. આ સિવાય ફોનમાં 8 MPનો ફ્રન્ટ કેમેરા આપવામાં આવ્યો છે. ફોનમાં 5000 mAh બેટરી છે. આ ફોન 8 જીબી રેમ + 128 જીબી ઇન્ટરનલ સ્ટોરેજ સાથે આવે છે. OPPO K10 5G ની કિંમત 17,499 રૂપિયા છે.