India ki Udaan: 15 ઓગસ્ટ, 2022એ ભારતની આઝાદીના 75 વર્ષ પુરા થઇ જશે. આ ખાસ પ્રસંગે ભારત "આઝાદી કા અમૃત મહોત્સવ" મનાવી રહ્યું છે. ભારતની સાથે સાથે ગૂગલ (Google) પણ ભારતની આઝાદીનો જશ્ન મનાવી રહ્યું છે. ટેક દિગ્ગજ ગૂગલ પણ ભારતની 'આઝાદી કી અમૃત મહોત્સવ' મનાવી રહ્યું છે. આ અંતર્ગત ગૂગલે ભારત કી ઉડાન (India ki Udaan) નામનુ એક ડિજીટલ પેજ પોતાની વેબસાઇટ પર લાઇવ કરી દીધુ છે. ગૂગલ આર્ટ એન્ડ કલ્ચરના પેજ પર તમે ભારતની ઉડાનને જોઇ શકો છો.
ઉલ્લેખનીય છે કે, ગૂગલે આ માટે એક નવી વેબસાઇટ બનાવી છે. જેનુ નામ ગૂગલ આર્ટ અને કલ્ચર છે. આ વેબસાઇટમાં ભારતના રાષ્ટ્રપતિ મહાત્મ ગાંધી, પહેલા વડાપ્રધાન જવાહરલાલ નહેરુ સહિત તમામ નેતાઓની છબી બતાવવામાં આવી છે.
2 મિનીટમાં દેખાશે દેશની અનેકો ઉપલબ્ધિઓ -
ગૂગલે 2 મિનીટનો એક વીડિયો પૉસ્ટ કર્યો છે, જેમાં 1947 માં મળેલી ભારતની આઝાદીથી અત્યાર સુધી પુરા 75 વર્ષોની સફર બતાવવામાં આવી છે. આ વીડિયોમાં તમે માત્ર 2 મિનીટમાં છેલ્લા 75 વર્ષોનો ભારતીય ઇતિહાસ બતાવવામાં આવ્યો છે. આ વીડિયોને જોયા બાદ તમામ ભારતીય નાગરિકોને ભારતીય હોવા પર ગર્વનો અનુભવ થશે.
આ પણ વાંચો.......
India Corona Cases: ભારતમાં 24 કલાકમાં 16,299 નવા કોવિડ-19 કેસ નોંધાયા, 53ના મોત
RBIએ આ બેન્કનું લાયસન્સ કર્યું રદ, છ સપ્તાહમાં બેન્ક થઇ જશે બંધ, શું તમારું તો એકાઉન્ટ નથી ને ?
'જીન્સ ના પહેર, હવે તારા લગ્ન થઇ ગયા છે...' પતિએ ટોકતા પત્નીએ કરી દીધી હત્યા
'કોઇ પણ પેટ્રોલ-ડીઝલ મફત આપવાની જાહેરાત કરી દેશે ' PM મોદીના આ નિવેદન પર કેજરીવાલે શું કર્યો પલટવાર?