Flipkart પર આજથી શરૂ થઇ રહ્યો છે મોટો મોબાઇલ સેલ, કઇ-કઇ બ્રાન્ડના ફોન પર મળી રહ્યું છે ડિસ્કાઉન્ટ, જાણો વિગતે
abpasmita.in | 14 Nov 2019 08:01 AM (IST)
સેલ 18 નવેમ્બર સુધી ચાલશે, આ દરમિયાન સ્માર્ટફોન દિવાનાઓને એકથી એક ચઢીયાતા મોબાઇલ ફોન ખરીદાનો મોકો મળશે
નવી દિલ્હીઃ એકવાર ફરીથી તમે એક બેસ્ટ સેલનો લાભ લઇ શકો છો, ફરીથી ઇ-કોમર્સ વેબસાઇટ ફ્લિપકાર્ટ એક મોટો સેલ લઇને આવ્યુ છે, આ સેલનુ નામ Flipkart Mobile Bonanza Sale રાખવામાં આવ્યુ છે. ફ્લિપકાર્ટ મોબાઇલ બોનાન્ઝા સેલ એક-બે દિવસ નહીં પણ પુરા પાંચ દિવસ સુધી ચાલશે, શરૂઆત આજથી થઇ રહી છે. આજથી લઇને સેલ 18 નવેમ્બર સુધી ચાલશે, આ દરમિયાન સ્માર્ટફોન દિવાનાઓને એકથી એક ચઢીયાતા મોબાઇલ ફોન ખરીદાનો મોકો મળશે. ખાસ વાત છે કે ફ્લિપકાર્ટ મોબાઇલ બોનાન્ઝા સેલ કંપની મોટાભાગના સ્માર્ટફોન પર ભારે ડિસ્કાઉન્ટ આપી રહી છે. આ બ્રાન્ડમાં શ્યાઓમીથી લઇને રિયલમી, સેમસંગ, એપલ અને વીવો સહિતની કંપનીઓના મોબાઇલ સામેલ છે.