મુંબઈ: રિલાયન્સ જિયો સપ્ટેમ્બરની શરૂઆતમાં જ પોતાના જિયો ગીગાફાઇબર બ્રોડબેન્ડ સર્વિસથી તહેલકો મચાવવાની તૈયારીમાં છે. 5 સપ્ટેમ્બરના રોજ જિયો ગીગાફાઇબરના પ્લાનની જાહેરાત થવાની છે. રિલાયન્સે જાણકારી આપી છે કે જિઓફાઈબર પ્લાન્સની શરૂઆત 700 રૂપિયાથી થશે અને કિંમત 10,000 રૂપિયા સુધી જશે. સાથે જ લૉન્ચિંગ પહેલા એક રિપોર્ટ સામે આવ્યો છે જેમાં બીટા યુઝર્સને મોટા ફાયદાની વાત કરવામાં આવી છે.


રિલાયન્સ જિયો પોતાના ગીગાફાઇબરની ટેસ્ટિંગ દેશના અનેક મોટા શહેરોમાં કરી રહી છે. કંપનીએ તેની ટેસ્ટિંગ માટે અનેક હજાર બીટા યુઝર્સ બનાવ્યા છે જે તેની ટેસ્ટિંગ કરી રહ્યાં છે. હવે રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે લોકો જિયો ગીગાફાઇબરની પહેલાથી ટેસ્ટિંગ કરી રહ્યાં છે તેમને કંપની શરૂઆતના બે મહિના ફ્રી સર્વિસ મળશે.

એક અહેવાલમાં જણાવવામાં આવ્યુ છે કે પ્રીવ્યૂ ઓફર અંતર્ગત જિયો ગીગાફાઇબર યુઝર્સે શરૂઆતના બે મહિના રૂપિયા નહી આપવા પડે. હાલ પ્રિવ્યુ ઓફર અંતર્ગત 2500 રૂપિયા સિક્યોરીટી તરીકે લેવામા આવી રહ્યાં છે જેમાં 1000 રૂપિયા ઇન્સ્ટોલેશન ચાર્જ પણ સામેલ છે.