નવી દિલ્હીઃ ટેક જાયન્ટ ગૂગલે સત્તાવાર રીતે પિક્સલ ફોન્સ માટે નવી ઓપરેટિંગ સિસ્ટમ એન્ડ્રોઇડ 11 રૉલાઉટ કરી દીધી છે. આશા છે કે આ જલ્દી બધા યૂઝર્સને પણ મળી જશે. વનપ્લસ, શ્યાઓમી, રિયલમી અને અન્ય બ્રાન્ડે પહેલાથી જ એન્ડ્રોઇડ 11ની પુષ્ટી કરી દીધી હતી, અને હવે કેટલીક બીજી બ્રાન્ડે પણ આને રૉલઆઉટ કરી દીધી છે.


એન્ડ્રોઇડ 10ની સરખામણીમાં એન્ડ્રોઇડ 11 બહુજ અલગ દેખાય છે. જોકે ગૂગલે આમાં કેટલાક યૂઝફૂલ ફિચર્સ એડ કર્યા છે.ગૂગલે જે સૌથી મોટા ફેરફાર કર્યા છે તે છે કે તમે કેટલી આસાનીથી લોકો સાથે ચેટ કરી શકો છો. બેસ્ટ પ્રાઇવસી ફિચર્સ, સ્માર્ટ હૉમ કન્ટ્રૉલ જેવા ફિચર્સ સામેલ છે.



એન્ડ્રોઇડ 11માં કયા કયા નવા ફિચર્સ સામેલ થયા છે....
આસાનીથી ચેટ કરી શકવા માટે ખાસ ફિચર, બેસ્ટ પ્રાઇવસી ફિચર્સ, સ્માર્ટ હૉમ કન્ટ્રૉલ, AI- આધારિત પ્રેડિક્ટિવ ટૂલ અને બીજા કેટલાક, તમારે કોઇપણ એન્ડ્રોઇડ 11 ફોનમાં ડિફૉલ્ટ રીતે પોતાની સ્ક્રીન રેકોર્ડ કરવાનો ઓપ્શન પણ મળશે. પરંતુ કહેવાઇ રહ્યુ છે કે આ ફિચર બહુ બધા ફોનમાં પહેલાથી છે.

ફ્રિક્વન્ટલી ચેટ કરી શકાશે, ચેટ બબલ જેવુ ફિચર, નૉટિફિકેશન પછીથી કરી શકશો ચેક, સ્ક્રીનને કરી શકશો રેકોર્ડ, યુટ્યૂબ બંધ કર્યા વિના સ્પીકર યૂઝ કરી શકાશે, નેટિવ સ્માર્ટ હૉમ કન્ટ્રૉલ, એપને મળશે વન ટાઇમ પરમિશન, એન્ડ્રોઇડ અપડેટ માટે હશે ખાસ.... એન્ડ્રોઇડ 11માં આવા પ્રકારના ખાસ ફિચર્સ અવેલેબલ છે.