નવી દિલ્હીઃ ચીની કંપની ટેકનોએ ભારતમાં એક ખાસ સ્માર્ટફોન લૉન્ચ કર્યો છે. આ ફોનનુ નામ છે Tecno Spark Power 2 Air. છેલ્લા થોડાક દિવસો પહેલા આ ફોનનુ ટીઝર રિલીઝ કરવામાં આવ્યુ હતુ, અને સોમવારે તેને લૉન્ચ કરી દેવામાં આવ્યો છે. આ ફોનની ખાસિયત તેની બેટરી છે, કંપનીએ અનુસાર એકવાર ફૂલ ચાર્જ કરવાથી ચાર દિવસ સુધી બેટરી ચાલે છે. Tecno Spark Power 2 Airમાં 6000mAh ની બેટરી આપવામાં આવી છે.
ટેકનો સ્પાર્ક પાવર 2 એરની કિંમત......
ટેકનો સ્પાર્ક પાવર 2 એરની ભારતમાં કિંમત 8499 રૂપિયા રાખવામાં આવી છે. ફોન કૉસ્મિક શાઇન અને આઇસ જેડાઇટ કલરમાં અવેલેબલ થશે.
ટેકનો સ્પાર્ક પાવર 2 એરની ખાસિયતો....
ફોનમાં 7 ઇંચની એચડી+ઇનસેલ આઇપીએસ ડિસ્પ્લે આપવામાં આવી છે. જેની સ્ક્રીન ટૂ બૉડી રેશિઓ હાઇ છે. ફોનમાં મીડિયાટેક હીલિયો એ22 ક્વાડકૉર પ્રૉસેસર આપવામાં આવ્યુ છે. ફોનમાં 3જીબી રેમ અને 32જીબી સ્ટૉરેજ છે. ફોન એન્ડ્રોઇડ 10 પર કામ કરે છે.
ફોનની ખાસ વાત તેની બેટરી છે, આ ફોનમાં 6000mAhની બેટરી આપવામાં આવી છે. કંપનીનો દાવો છે કે સિંગલ ચાર્જથી બેટરી ચાર દિવસ સુધી ચાલશે. આ ઉપરાંત ફિંગરપ્રિન્ટ સેન્સર, અને ફેસ અનલૉક ફિચર પણ આપવામાં આવ્યુ છે.
ચીની કંપનીએ ભારતમાં લૉન્ચ કર્યો સસ્તો ફોન, એકવાર ચાર્જ કરવાથી 4 દિવસ સુધી ચાલે છે બેટરી
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
14 Sep 2020 04:29 PM (IST)
આ ફોનની ખાસિયત તેની બેટરી છે, કંપનીએ અનુસાર એકવાર ફૂલ ચાર્જ કરવાથી ચાર દિવસ સુધી બેટરી ચાલે છે. Tecno Spark Power 2 Airમાં 6000mAh ની બેટરી આપવામાં આવી છે
- - - - - - - - - Advertisement - - - - - - - - -