આવી રીતે વધારો સ્પેસ
સૌથી પહેલા ગૂગલ પ્લે સ્ટૉરમાંથી Files By Google એપને ઇન્સ્ટૉલ કરો, અહીં તમારે જંક ફાઇલ, ડુપ્લિકે ફાઇલ, ઓલ્ડ સ્ક્રીનશૉટની ડિટેલ મળશે. ફોનમાં સ્પેસ વધારવા માટે જંક ફાઇલને ડિલીટ કરી દો.
બેકઅપ ફોટો ફોનમાં રહેલા ફોટો બેકએપ સીધો ગૂગલ પરથી લઇને તેને પણ ડિલીટ કરી શકો છો. આ ઉપરાંત વૉટ્સએપ પર આવેલા ફોટો અને વીડિયો કામના ના હોય તેને પણ અહીંથી ડિલીટ કરી શકો છો.
આ રીતે શેર કરો ફાઇલ્સ
જો તમારે ફાઇલ શેર કરવી છે બ્રાઉઝની પાસે શેરનો ઓપ્શન છે તેના પર ક્લિક કરો. આનાથી બીજા યૂઝર્સની સાથે ફાઇલ સેન્ડ-રિસીવની મજા લઇ શકો છે. આ માટે બીજા યૂઝરના ફોનમાં પણ Files By Google એપ હોવી જરૂરી છે. સાથે સાથે ઇન્ટરનેટની પણ જરૂર પડશે.