આ રીતે કામ કરશે આ ફિચર....
Google હાલ Pixel સ્માર્ટફોનમાં આ નવુ ફિચર રૉલઆઉટ કરી રહ્યું છે. એક રિપોર્ટ પ્રમાણે આ ઓટો રૉટેટ ફિચર Pixel ફોનના ફ્રન્ટ કેમેરા દ્વારા કામ કરશે. એટલે કે યૂઝર જ્યારે ફોનની સ્ક્રીન પર જોશે તો ફોન એ જાણી લેશે કે યૂઝરનુ ચહેરો કઇ દિશમાં છે, આ પછી આ ફિચર યૂઝરના હેડ ડાયરેક્શનના હિસાબથી સ્ક્રીનને રૉટેટ કરશે.
સપ્ટેમ્બરમાં મળી શકે છે અપડેટ....
ભલે આ ફિચર ફક્ત પિક્સલમાં જ આપવામાં આવી રહ્યું છે, પરંતુ બહુ જલ્દી આને એન્ડ્રોઇડ 12 બેઝ્ડ સ્માર્ટફોનમાં આવવાની આશા છે. એન્ડ્રોઇડ 12ના ડેવલપર્સ પ્રીવ્યૂને આ મહિને રિલીઝ કરવામાં આવી શકે છે. વળી એન્ડ્રોઇડ 12 અપડેટને પણ આ વર્ષે સપ્ટેમ્બર સુધીમાં તમામ માટે રૉલઆઉટ કરવામાં આવી શકે છે.