નવી દિલ્હી: સ્માર્ટફોન કંપની સેમસંગે પોતાનો મોસ્ટ અવેટેડ ફોન Galaxy A12ને ભારતમાં લોન્ચ કરી દીધો છે. ફોનમાં 48 મેગાપિક્સલના જબરજસ્ત કેમેરા ફીચર્સ આપવામાં આવ્યા છે અને 5,000mAhની બેટરી આપવામાં આવી છે. આ સ્માર્ટફોનને બે વેરિએન્ટમાં લોન્ચ કરવામાં આવ્યો છે. જેની સેલ 17 ફેબ્રુઆરીથી ઈ-કોમર્સ વેબસાઈટ પર શરુ થશે. ત્યારે જાણો આ ફોનના ફિચર્સ અને કિંમત વિશે.


શું છે સ્પેસિફિકેશન્સ

Samsung Galaxy A12માં 6.5 ઈંચની TFT ડિસ્પ્લે આપવામાં આવી છે. જેનું રિઝોલ્યૂશન 720x1,600 પિક્સલ છે. આ સ્માર્ટફોન એન્ડ્રોઈડ 10 પર બેઝ્ડ One UI Core 2.5 પર કામ કરે છે. આ ઓક્ટા કોર પ્રોસેસર મીડિયાટેક હીલિયો P35 ચિપસેટથી લેસ છે.

કેમેરાની વાત કરીએ તો રિયરમાં ક્વોડ કેમેરા સેટઅપ આપવામાં આવ્યા છે. જેમાં 48MP+5MP+2MP+2MP કેમેરા આપવામાં આવ્યા છે. ગેલેક્સી A12 8 મેગાપિક્સલ શૂટર સાથે આવે છે. જેમાં F/2.2 અપાર્ચર છે.

શું છે કિંમત

Samsung Galaxyન A12ના 4GB રેમ + 64GB ઈન્ટરનલ સ્ટોરેજનવાળા વેરિએન્ટની કિંમત 12,999 રૂપિયા છે. 4GB રેમ + 128GB ઈન્ટરનલ સ્ટોરેજનવાળા વેરિએન્ટની કિંમત 13,999 રૂપિયા છે. આ ફોનને બ્લેક, બ્લૂ અને વ્હાઈટ કલર ઓપ્શનમાં ખરીદી શકશે.