Google IO 2022 માં કંપનીએ ઘણા નવા ફીચર્સ અને ડિવાઇસ રજૂ કર્યા છે. ગૂગલની આ મેગા ઈવેન્ટનું આયોજન દર વર્ષે કરવામાં આવે છે. ગૂગલે પોતાના ટ્રાન્સલેટ ટૂલમાં ભાષાને અપડેટ કરી છે. ગૂગલ ટ્રાન્સલેટમાં 24 નવી ભાષાઓ ઉમેરવામાં આવી છે. હવે તે કુલ 133 ભાષાઓને સપોર્ટ કરે છે. આમાં આસામી, ભોજપુરી, સંસ્કૃત અને અન્ય ભાષાઓ ઉમેરવામાં આવી છે.


ગૂગલે તેની ઈવેન્ટમાં જણાવ્યું હતું કે નવી ઉમેરવામાં આવેલી ભાષાનો વૈશ્વિક સ્તરે 300 મિલિયનથી વધુ લોકો ઉપયોગ કરે છે. કંપનીએ કહ્યું કે ઉત્તર-પૂર્વ ભારતમાં લગભગ 800,000 લોકો મિઝો બોલે છે. એ જ રીતે મધ્ય આફ્રિકામાં 45 મિલિયન લોકો Lingala ભાષા બોલે છે.


આ અપડેટ પછી ઘણી અમેરિકન સ્વદેશી ભાષાઓ (ક્વેચુઆ, ગુઆરાની અને આયમારા) અને એક અંગ્રેજી બોલી (સિએરા લિઓનિયન ક્રિઓ) પણ ગૂગલ ટ્રાન્સલેટમાં ઉમેરવામાં આવી છે. આ નવી ભાષાઓ વિશે ગૂગલે કહ્યું કે તેને Zero-Shot Machine Translation દ્વારા ઉમેરવામાં આવી છે. જ્યાં મશીન લર્નિંગ મોડલ માત્ર monolingual ટેક્સ્ટને બતાવે છે.


24 નવી ભાષાઓ ઉમેરવા માટે, Google એ સંખ્યાબંધ પ્રોફેસરો અને ભાષાશાસ્ત્રીઓની યાદી બનાવી છે જેઓ આ ભાષાઓ મૂળ રીતે બોલે છે. Zero-Shot Machine Translation નો ઉપયોગ કરીને Google ટ્રાન્સલેટમાં ઉમેરવામાં આવેલી આ પ્રથમ ભાષાઓ છે.  ગૂગલનું કહેવું છે કે આ ટેક્નોલોજી હાલમાં સંપૂર્ણ રીતે સચોટ નથી, જોકે, કંપનીએ વચન આપ્યું હતું કે તે આવનારા સમયમાં આ અનુભવને વધુ સારો બનાવશે.


 


Vastu Tips: ઘરમાં સાત ઘોડાની આવી તસવીર લગાવવાથી થઈ જશો કંગાળ, એક-એક પૈસા માટે તરસશો


PM Kisan Scheme: પીએમ કિસાન યોજનામાં સામે આવ્યો ગોટાળો, ખોટી રીતે યોજનાનો લાભ ઉઠાવી રહ્યા છે આટલા ખેડૂતો


ચેન્નાઇ સુપર કિંગ્સને લાગી શકે છે મોટો ઝટકો, આ ઓલરાઉન્ડર IPL 2022માંથી થશે બહાર, જાણો વિગતે


"બોલીવુડ મને પોસાય નહીં" કહેનાર મહેશ બાબૂ એક ફિલ્મના કેટલા રુપિયા ચાર્જ કરે છે? જાણીને દંગ રહી જશો