નવી દિલ્હીઃ ગૂગલ પોતાના યૂઝર્સને વધુ એક મોટુ ફિચર આપવા જઇ રહ્યું છે, ગૂગલે ગૂગલ મેપ યૂઝરને ડાર્ક મૉડની ફેસિલીટી આપવા જઇ રહ્યું છે, આ ફિચર પર હાલ કંપની ટેસ્ટિંગ કરી રહી છે. એક રિપોર્ટમાં કહેવામાં આવ્યુ છે કે કેટલાક યૂઝર્સને એન્ડ્રોઇડ 11માં મેપ્સમાં ડાર્ક મૉડ ફિચરને સ્પૉટ કર્યુ છે. આ થીમ તેમના માટે હશે જે એપનુ વર્ઝન 10.51.1 હશે.


ગૂગલ મેપ પ્લેટફોર્મમાં આ ફિચર પહેલાથી હતુ, પરંતુ આ નેવિગેશનની સાથે ત્યારે જ ઓન થતુ હતુ, જ્યારે બહાર ડાર્ક હોય. એટલે કે રાત્રે કે અંધારાના સમયે આ મૉડ ઓટોમેટિકલી ઓન થઇ જતો હતો, આમાં ડાર્ક મૉડુ ઓપ્શન મિસિંગ હતુ.

ડાર્ક મૉડનો ફાયદો
ડાર્ક મૉડ જેને આપણે નાઇટ મૉડ પણ કહીએ છીએ, મોટાભાગની એપ્લીકેશનમાં રાત્રે કામ કરવા માટે આનો યૂઝ કરવામાં આવે છે. આ ફિચરને એનેબલ કર્યા પછી અપ્લીકેશનનુ આખુ બેકગ્રાઉન્ડ બ્લેક કલરમાં ફેરવાઇ જાય છે.જો તમે લાંબા સમય સુધી કરો છો તો ડાર્ક મૉડમાં તમે રિલેક્સ અનુભવશો. આ ઉપરાંત આના બીજા કેટલાય ફાયદાઓ છે.
કેલક્યુલેટ હોમ લોન ઈએમઆઈ

કેલક્યુલેટ પર્સનલ લોન ઈએમઆઈ

કેલક્યુલેટ કાર લોન ઈએમઆઈ

કેલક્યુલેટ એજ્યુકેશન લોન ઈએમઆઈ