મોટૉરોલા ફૉલ્ડેબલ ફોન Razr 5Gના ફિચર્સ
મોટોરોલાના આ ફોનમાં 6.2 ઇંચની ડિસ્પ્લે આપવામાં આવી છે. ફોનમાં ક્વાલકૉમ સ્નેપડ્રેગન 765જી પ્રૉસેસર છે, આ ફોનમાં 8જીબી રેમ અને 256 જીબી સ્ટૉરેજ આપવામાં આવ્યુ છે. વળી આમાં કંપનીએ 2800 એમએએચની બેટરી આપી છે. જેને ફાસ્ટ ચાર્જિંગ સપોર્ટ છે. ફૉલ્ડેબલ ફોન Razr 5Gમાં 48 મેગાપિક્સલનો પ્રાઇમરી અને 20 મેગાપિક્સલનો ફ્રન્ટ કેમેરો આપવામાં આવ્યો છે.
આટલી હોઇ શકે છે કિંમત..
આ ફોન મોટોરોલા રેઝરનુ અપગ્રેડેડ વર્ઝન માનવામાં આવે છે. આનં કંપનીએ ગયા વર્ષે લૉન્ચ કર્યો હતો, વળી મોટોરોલા ફૉલ્ડેબલ ફોન Razr 5Gને 9 સપ્ટેમ્બરે કંપનીએ ગ્વૉબલી લૉન્ચ કર્યો હતો. આની કિંમત 1399 ડૉલર એટલે કે 1,03,000 રૂપિયા નક્કી કરવામા આવી છે. આ ફોન બ્લશ ગૉલ્ડ, પૉલિશ્ડ ગ્રેફાઇડ અને લિક્વિડ મર્કરી કલરમાં અવેલેબલ છે. માનવામા આવી રહ્યુ છે ભારતમાં આ ફોનની કિંમત એક લાખ રૂપિયાથી વધુ હોઇ શકે છે.
ખાસ વાત છે કે મોટોરોલાના ફૉલ્ડેબલ ફોન Razr 5G ફોનની ભારતીય માર્કેટમાં સીધી ટક્કર સેમસંગના ગેલેક્સી ઝેડ ફ્લિપ સાથે થશે. બન્ને ફોન દમદાર ફિચર્સ સાથે આવે છે.
કેલક્યુલેટ હોમ લોન ઈએમઆઈ
કેલક્યુલેટ પર્સનલ લોન ઈએમઆઈ
કેલક્યુલેટ કાર લોન ઈએમઆઈ
કેલક્યુલેટ એજ્યુકેશન લોન ઈએમઆઈ