OnePlus Nord ની ટક્કરવાળા Oppo Reno 3 Pro ના ભાવમાં ફરી થયો ઘટાડો, જાણો શું છે નવી કિંમત
એબીપી અસ્મિતા વેબ ટીમ | 10 Oct 2020 09:57 AM (IST)
મોબાઈલ કંપનીઓ ગ્રાહકોને આર્કષવા પોતાના સ્માર્ટફોનની કિંમતમાં ઘટાડો કરી રહ્યા છે. વાત કરવામાં આવે Oppoની તો કંપનીએ પોતાના Reno 3 Pro સ્માર્ટફોનના ભાવ ફરી એક વખત ઘટાડો કર્યો છે.
તહેવારોની સિઝન દરમિયાન મોબાઈલ ફોન માર્કેટમાં લોન્ચ થશે એવામાં મોબાઈલ કંપનીઓ ગ્રાહકોને આર્કષવા પોતાના સ્માર્ટફોનની કિંમતમાં ઘટાડો કરી રહ્યા છે. વાત કરવામાં આવે Oppoની તો કંપનીએ પોતાના Reno 3 Pro સ્માર્ટફોનના ભાવ ફરી એક વખત ઘટાડો કર્યો છે. ઓપ્પોએ આ ફોનના 8GB+ 128GB મોડલ પર બે હજાર રૂપિયાનો ઘટોડો કર્યો છે. Oppo Reno 3 Pro ના 8GB+ 128GB મોડલ પર 2,000 રૂપિયા ઘટાડો થયા બાદ તમે તેને 25,990 રૂપિયામાં ખરીદી શકો છો. આ મોડલને નવી કિંમત સાથે એમેઝોન પર લિસ્ટ કરી દેવામાં આવ્યું છે. પરંતુ હજું સુધી ઓપ્પો તરફથી કોઈ આધિકારીક નિવેદન નથી આપવામાં આવ્યું. Oppo Reno 3 Pro ના સ્પેસિફિકેશન ફોટોગ્રાફી માટે આ ફોન ખૂબ જ ખાસ છે. તેમાં ક્વાડ કેમેરા સેટઅપ આપવામાં આવ્યું છે. તેમાં 64 મેગાપિક્સલ સેંન્સર સાથે f/1.8 અપર્ચર, 13 મેગાપિક્સલ ટેલિફોટો સેન્સર સાથે f/2.4 અપર્ચર, અને 8-megapixel ultra-wide એન્ગલ સેન્સર અને 2 મેગાપિક્સલ મોનોક્રોમ સેન્સર આપવામાં આવ્યું છે. ઓપ્પોના આ ફોનમાં ફંટમાં ડુઅલ પંચ કેમેરો આપવામાં આવ્યો છે, જે 44-megapixel અલ્ટ્રા ક્લિયર સેન્સર f/2.4 aperture સાથે અને 2-megapixel સેન્સર f/ 2.4 apertureની સાથે છે. OnePlus Nord સાથે છે ટક્કર Oppo Reno 3 Pro ની ટક્કર વનપ્લસના નોર્ડ સાથે છે. તેના 8GB રેમ અને 128GB સ્ટોરેજવાળા મોડલની કિંમત 27,999 રૂપિયા નક્કી કરવામાં આવી છે.જ્યારે 12GB રેમ અને 256GB સ્ટોરેજ મોડલ 29,999 રૂપિયામાં ખરીદી શકાય છે. 6GB રેમ અને 64GB સ્ટોરેજ મોડલ 24,999 રૂપિયામાં મળશે.