ગૂગલે ઓક્ટોબર મહિનામાં Pixel 4A લૉન્ચ કર્યો હતો, પણ કંપનીએ આને ભારતમાં લૉન્ચ ના કરવાનો નિર્ણય લીધો હતો.
નવા લીક પ્રમાણે, ગૂગલ Pixel 4Aની ડિઝાઇન Pixel 4થી મેચ થતી આવે છે. પણ અહીં Google Pixel 4માં ડ્યૂલ સેન્સર બેક સાઇડમાં એક સિંગલ કેમેરા સેન્સર હોઇ શકે છે.
9 ટૂ 5 ગૂગલ ડૉટ કૉમની શનિવારની રિપોર્ટ પ્રમાણે, આમાં એક વધારાનુ એક રિયર ફિંગરપ્રિન્ટ સેન્સર, 3.5એમએ હેડફોન જેક અને યુએસબી-સી પોર્ટ તેમજ નીચેની બાજુએ એક સ્પીકર આપવામાં આવી શકે છે.
રિપોર્ટનું માનીએ તો, પિક્સલ 5.7 અને 5.8 ઇંચ ડિસ્પ્લે ફ્રન્ટ-ફેસિંગ કેમેરા સેન્સર માટે પંચ-હૉલનો ઉપયોગ કરશે, જેથી આનો અગાઉના પિક્સલ 3એની તુલનામાં બેઝલ્સ વધુ સ્લિમ દેખાય. આશા કરવામાં આવી રહી છે કે આગામી વર્ષની શરૂઆતમાં યોજાવવા જઇ રહેલી ગૂગલ આઇ/ઓ 2020 ડેવલેપર કૉન્ફરન્સમાં આને લૉન્ચ કરવામાં આવી શકે છે.